ઉપલેટા : જામજોધપુર રહેતી ચાર વર્ષની બેબી ઉમર કરતાં પણ વધારે બુધ્ધી અને સવાલોનો જવાબ ફટાફટ આપે છે

જામજોધપુર ખાતે ફુટવેર નો ધંધો ચલાવતા અને સામાન્ય પરિસ્થિતિ માં રહેતા એવાં અભય ભાઈ પોપટ અને તેમની પત્ની કોમલ બેન જ્યારે પ્રેગ્નન્સી વખતે એક ભગવાન પાસે પ્રાર્થના કરી હતી કે પહેલું સંતાન દીકરી જ આવે અને ભગવાન ને આ દંપતિ ની વાત ભગવાને સાંભળી પણ અને પોતાના ઘરે દીકરી આવતાં ખુશી નો પાર ન રહયો કારણે કે અમુક પરીવારો માં પ્રેગ્નન્સી વખતે પહેલો દિકરો આવે તેવું ઇચ્છતાં હોય પણ દીકરી કે દિકરા માં ભેદભાવ ન હોવો જોઈએ નહીં અને પોપટ પરીવાર માં પલ નામની દીકરી અવતરી હતી.
ત્યાર થી અત્યાર સુધી માં દીકરી એવી પલનો પણ ઉછેર પણ દિકરા ની જેમ જ કરવામાં આવેલ દીકરી પલ તેની ઉમર કરતાં પણ બુધ્ધિમતા નો આઈ ક્યૂ ઉંચો જોવાં મળેલ જામજોધપુર થી ઉપલેટા ની હોટલમાં જમવા માટે આવેલ અને ત્યા તેમની મુલાકાત મીડીયા કર્મી ઓ સાથે થતાં આ પલ નો બુધ્ધિ મતા અને યાદ શક્તિ નો આંક સામાન્ય બાળકો કરતાં કંઇક અલગ જ જોવાં મળેલ અને પલ બધું પોતાની જાતે જ રીતે તૈયાર થતી ગઈ હતી.
માતા એવાં કોમલબેન પોતાની દીકરી સામે સંસ્કૃત શ્લોકો બોલતાં તથા ધાર્મિક તહેવારો સાથે ઉજવતા અને દીકરી પલ આ બધું પોતે પોતાની જાતે જ ગ્રહણ કરતી અને આપો આપ આ બધું શીખતી જતી માતા પિતા જે પ્રશ્નો કે સવાલો પુછે એટલે ફટાફટ જવાબ આપે દે છે ભારત દેશ નાં વડાપ્રધાન કોણ ગુજરાત નાં મુખ્ય મંત્રી કોણ અમરિકા નાં વડાપ્રધાન કોણ થી માંડી ને અલગ અલગ સેલીબ્રીટી નાં નામો તથા સંસ્કૃતનાં શ્લોકો ફટાફટ બોલે અને ધાર્મિક તહેવારો પણ ફટાફટ જવાબ આપે છે.
આ નાનકડી પલ આવડી નાની ઉંમરે કરાટે શિખવા જાય છે કોચીંગ માં અભ્યાસ માં સારી પક્કડ છે અને પલ પોતાના પંથકમાં ગુગલ ગલઁ તરીકે ઓળખાય છે અને પિતા અને માતા બન્ને આ દીકરી પલ ને દરેક બાબતે પ્રોત્સાહન અને માર્ગદર્શન પુરું પાડે છે પોપટ પરીવાર નુ નામ રોશન કર્યું છે અને આગળ પણ સંપુર્ણ સહકાર આપશે દીકરી પલ ને પોતાના સ્વરક્ષણ માટે કરાટે પણ સકક્ષમ છે ત્યારે માતા કોમલ બેન એવું લોકો ને જણાવેલ છે કે દીકરી દિકરા માં કોઈ ભેદભાવ ન રાખવો અને સંતાનોને પોતાની સ્વક્ષમ માટે દરેક પ્રકાર ની તાલીમ આપવી જોઈએ આમ પોપટ પરીવાર ની લાડકવાઈ દીકરી પલ પરીવાર નું નામ રોશન કરતી રહે એવું ઈચ્છી રહ્યા છે.
રિપોર્ટ: વિપુલ ધામેચા (ઉપલેટા)