મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટને સંપૂર્ણ રીતે જંતુમુક્ત કરવા કેમિકલનો છંટકાવ

મોરબી : હાલ કોરોનાના પગપેસારા વચ્ચે મોરબી જિલ્લાને સુરક્ષિત રાખવા તંત્ર કમર કસી રહ્યું છે. ત્યારે રાજ્યમાં પ્રથમ વાર કોઈ કોર્ટને સંપૂર્ણ રીતે સુરક્ષિત બનાવવામાં આવી હોવાનો કિસ્સો મોરબીમાં બન્યો છે. મોરબી ડિસ્ટ્રિક્ટ કોર્ટના ખૂણે ખૂણામાં આજે જંતુનાશક સેનિટાઈઝરના કેમિકલનો છંટકાવ કરવામાં આવ્યો હતો.
રીપોર્ટ :- જનક રાજા, મોરબી