ગૌણ સેવા પસંદગી મંડળે વર્ગ-૩ની લેખિત પરીક્ષા મોકૂફ રાખી
- દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી હોમ ક્વોરોન્ટાઇન હેઠળ
ગાંધીનગર,
રાજ્યસભાની ચૂંટણીની પગલે કોંગ્રેસ તેના ધારાસભ્યોને જયપુરના શિવ પેલેસ રિસોર્ટમાં લઈ ગયા હતા. પરંતુ તાજેતરમાં જ રાજ્યસભાની ચૂંટણી મોકૂફ રખાતા તમામ ધારાસભ્યો અમદાવાદથી પરત ફર્યા હતા. જેમાં બનાસકાંઠા જિલ્લાના દાંતાથી ધારાસભ્ય કાંતિ ખરાડી પણ ગયા હતા. જેને પગલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા તેમના ઘર આગળ હોમ ક્વોરેન્ટાઈન બોર્ડ લગાવ્યું હતું. તેઓ ૭ એપ્રિલ સુધી હોમ ક્વોરેન્ટાઈન કરાયા છે.
૫ એપ્રિલ ૨૦૨૦ના રોજ ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા યોજાનાર મિકેનિક અને ઇકોનોમિક ઇન્વેÂસ્ટગેટર તથા તારીખ ૧૯ એપ્રિલે યોજાનારી લેબ આસિસ્ટન્ટ તેમજ વર્ગ-૩ સંવર્ગની પ્રથમ તબક્કાની લેખિત પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પરીક્ષાની નવી તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે.
આભાર – નિહારીકા રવિયા