કોરોના વાયરસઃ જીટીયુએ પ્રેક્ટિકલ-થિયરી એક્ઝામ મોકૂફ રાખી
ગાંધીનગર,
કોરોનાવાયરસના કારણે કેન્દ્ર સરકારે ૨૧ એપ્રિલ સુધી લોકડાઉન જાહેર કર્યું છે. આ આદેશને અનુલક્ષીને ગુજરાત ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (જીટીયુ)એ ૧ એપ્રિલ, બુધવારથી શરૂ થતી પ્રેÂક્ટકલ-થિયરી સમર એક્ઝામ-૨૦૨૦ કોરોનાને કારણે હાલ પૂરતી મોકૂફ રાખવા નિર્ણય કર્યો છે. આ પરીક્ષા મોકૂફ રહેતાં રાજ્યના ૪ લાખ વિદ્યાર્થીઓને રાહત મળી છે અને હાલ પૂરતું પરીક્ષાનું ટેન્શન ટળ્યું છે.
જીટીયુએ રાજ્યમાં ૪૫૦થી વધુ ડિપ્લોમા-ડિગ્રી ઈજનેરી, ફાર્મસી, એમબીએ, એમસીએ સહિતના કોર્સની તમામ સેમેસ્ટરની પરીક્ષા મોકૂફ રાખવા પરિપત્ર મોકલી આપ્યો છે. આ પરીક્ષા ૪ લાખથી વધુ વિદ્યાર્થીઓ આપવાના હતા. જીટીયુની સમર એક્ઝામ ૨૦૨૦ માટેના સમયપત્રકની જાહેરાત પણ કરી દેવાઈ હતી. આ અંગેની વિગતો જીટીયુની વેબસાઈટ પર પણ મૂકાઈ હતી. આ અંગે જીટીયુના કુલપતિ ડો.નવીન શેઠે કÌšં કે, કોવિડ-૨૦૧૯ને ધ્યાનમાં રાખીને હાલ પૂરતી મોકૂફ રખાયેલી તમામ પરીક્ષાઓની નવી તારીખોની જાહેરાત જીટીયુની વેબસાઈટ પર કરાશે.