પેપર તપાસવાનું અટકતા ધો.૧૦-૧૨ના પરિણામ મોડા આવશે
ગાંધીનગર,
કોવિડ ૧૯ને ફેલાતો રોકવા માટે ૨૧ દિવસના લોકડાઉનની અસર આ વર્ષે બોર્ડની પરીક્ષા આપનાર ૧૮ લાખ વિદ્યાર્થીઓના રિઝલ્ટ પણ પડશે તેવી શક્્યતા છે. લોકડાઉનના કારણે પેપર ચકાસવાનું કામ ૧૪ એપ્રિલ સુધી મુલતવી રખાયું છે, જેના કારણે ધોરણ ૧૦ અને ૧૨ના વિદ્યાર્થીઓનું રિઝલ્ટ મે મહિનાના અંતમાં અથવા જૂનના પહેલા અઠવાડિયામાં જાહેર કરાશે.
ગુજરાત સેકન્ડરી એન્ડ હાયર સેકન્ડરી એજ્યુકેશન બોર્ડના અધિકારીઓએ કÌšં કે, ૧૪ એપ્રિલ પછી પણ લોકડાઉન લંબાવાશે તો રિઝલ્ટ જાહેર કરવામાં પણ મોડું થશે.
સ્કૂલ ટીચર્સ અસોસિએશને શિક્ષકોને ઘરે બેસીને ઉત્તરવહીઓ ચકાસવા દેવાની મંજૂરી આપવાની માગ કરી છે. જા કે, જીએસએચએસઇબીના ચેરમેન એ.જે. શાહે શક્્યતાઓને નકારી હતી. ‘શિક્ષકોને ઘરે ઉત્તરવહીઓ ચકાસવા આપી તે શક્્ય જ નથી. બોર્ડ કોઈ પણ નિર્ણય લેવા માટે ૧૪ એપ્રિલ સુધી રાહ જાશે’.
સામાન્ય રીતે મે મહિનાના પહેલા અઠવાડિયામાં રિઝલ્ટ જાહેર કરવામાં આવે છે, પરંતુ આ વખતે અંતમાં જાહેર કરાશે તેવી શક્્યતા છે. જા પરિÂસ્થતિમાં સુધારો નહીં થાય અને લોકડાઉન યથાવત્ રહેશે તો તેનાથી પણ મોડું થશે. ‘જા આવું થશે તો સામાન્ય રીતે જુલાઈમાં શરૂ થનારા ગ્રેજ્યુએશન કોર્સ માટેની એડમિશન પ્રક્રિયા પણ વિલંબિત થશે. તે આખા એકેડેમિક કેલેન્ડરને અસર કરશે. સીબીએસઇએ તેમની પરીક્ષા હજુ સુધી પરીક્ષાઓ પૂર્ણ કરી નથી, તેથી એકેડેમિક કેલેન્ડરને ચોક્કસપણે અસર કરશે’, તેમ શિક્ષણ વિભાગના એક અધિકારીએ જણાવ્યું.