રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધઃ ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર

રાજ્યની તમામ કોર્ટ રહેશે બંધઃ ગુજરાત હાઈકોર્ટે જાહેર કર્યો પરિપત્ર
Spread the love

અમદાવાદ,
રાજ્યમાં કોરોના વાયરસના દર્દીઓના પોઝિટિવ કેસ વધી રહ્યા છે અને મૃત્યુઆંક વધીને ૨ થયો છે, ત્યારે ગુજરાત હાઇકોર્ટના ચીફ જÂસ્ટસ વિક્રમનાથે ૨૬મી માર્ચથી આગામી આદેશ સુધી હાઇકોર્ટ સહિત રાજ્યની તમામ કોર્ટને તાત્કાલિક ધોરણે બંધ કરવાનો આદેશ કર્યો છે.
અમદાવાદની સીટી-સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, સહિત રાજ્યની તમામ પ્રકારની કોર્ટને બંધ કરવાનો આદેશ કર્યો હતો. ગુજરાત હાઈકોર્ટે ૨૩મી માર્ચથી અત્યંત મહત્વપૂર્ણ કેસની વીડિયો કોન્ફ્રન્સ મારફતે સુનાવણી કરશે. વર્તમાન કોરોનાની પરિÂસ્થતિ વચ્ચે હાઇકોર્ટમાં જજ, વકીલ અને અન્ય સ્ટાફ વધુ સંખ્યામાં એકત્ર ન થાય તેના માટે આ મહત્વપૂર્ણ નિર્ણય લેવાયો છે. ૨૩મી માર્ચ ફિઝિકલ સ્વરૂપમમાં કોઈ પિટિશન દાખલ કરવામાં આવશે નહિ.
કોરોનાને લીધે ગુજરાત હાઈકોર્ટે અગાઉ ૩૧મી માર્ચ સુધી અરજન્ટ કેસની જ સુનાવણી હાથ ધરવાનો આદેશ કર્યો હતો. જાકે, રાજ્યમાં બીમારીની પરિÂસ્થતિ વધું વિકટ બનતા હવે પિટિશનની સોફ્ટ કોપી ઈમેલ કે અન્ય મારફતે આપી શકશે અને દલીલો વીડિયો કોન્ફરન્સ મારફતે થશે. જજ પોતાની ચેમ્બરમાં બેસીને કેસને સાંભળશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!