સુરતમાં વધુ છ કેસ શંકાસ્પદઃ કુલ સાત કેસ પોઝિટિવ
શહેરમાં કુલ ૩૫નો રિપોર્ટ નેગેટિવ
સુરત,
પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા વૃદ્ધનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે શહેર જિલ્લામાં પોઝિટિવ કેસોની કુલ સંખ્યા ૭ થઈ ગઈ છે. તેવી જ રીતે મહાવીર હોÂસ્પટલના અન્ય ૩ કર્મચારીઓ સહિત વધુ ૬ શંકાસ્પદ કેસ સામે આવ્યા છે. જ્યારે ૩ વ્યÂક્તના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. જ્યારે ૮ વ્યÂક્તના રિપોર્ટ પેÂન્ડંગ હતા તે નેગેટીવ આવતાં શહેર માટે આંશિક રાહતના સમાચાર આવ્યા છે.
પર્વત પાટિયા વિસ્તારમાં રહેતા ૬૨ વર્ષીય વૃદ્ધ રિંગરોડની રાધા કૃષ્ણ ટેક્સટાઈલ માર્કેટમાં એક કાપડની દુકાનમાં પાર્ટટાઇમ એકાઉન્ટન્ટ તરીકે કામ કરતા હતા. થોડો સમય પહેલા કોલકાતાનો પ્રવાસ કરી પરત આવ્યા બાદ તેમને શંકાસ્પદ લક્ષણો જણાતા ૨૩મીએ સિવિલ હોÂસ્પટલમાં દાખલ કરાયા હતા. જ્યાં તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. તેમના સંપર્કમાં આવેલા લોકોને કોરન્ટાઈન કરવાની તજવીજ હાથ ધરી હતી. તેવી જ રીતે વધુ ૬ કેસ શંકાસ્પદ સામે આવ્યા હતા.
મહાવીર હોÂસ્પટલના ૩ કર્મચારીઓ જેમાં કતારગામની ૨૫ વર્ષીય મહિલા, ઉધના વિસ્તારમાં રહેતા ૩૯ વર્ષીય યુવક અને કૈલાસ નગર ખાતે રહેતા ૨૯ વર્ષીય યુવક તેમજ મહારાષ્ટÙના સાતારાથી પરત આવેલા અડાજણના ૩૦ વર્ષીય યુવક તેમજ કોઈ પણ પ્રકારની ટ્રાવેલ હિસ્ટ્રી ન ધરાવતા ગોપીપુરાના ૫૫ વર્ષીય આધેડ અને પાલપુરના ૬૮ વર્ષીય વૃદ્ધને શંકાસ્પદ લક્ષણો જણાતા દાખલ કરાયા છે અને તેમના સેમ્પલ લેવાય છે. તેની સાથે ૩ વ્યÂક્તના રિપોર્ટ નેગેટિવ આવ્યા હતા. હાલ કુલ ૪૯ શંકાસ્પદ દર્દીઓ પૈકીના ૩૫નો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. શહેર જિલ્લામાં કુલ ૭ પોઝિટિવ કેસ નોંધાયા છે.