રાજકોટમાં બળાત્કારના આરોપીને કોરોનાના લક્ષણો જણાતા હોસ્પિટલ ખસેડાયો

Spread the love
  • એનડીઆરએફની ટીમે માઇકમાં લોકોને ઘરમાં રહેલા અપીલ કરી

રાજકોટ,
કોરોના વાઇરસની મહામારીને લઇને લોકડાઉનનો આજે ૨૬ માર્ચે ચોથો દિવસ છે. રાજકોટમાં વધુ એક પોઝિટીવ કેસ આવતા લોકો જાગૃત બન્યા છે અને ઘરમાં જ પૂરાઇ રહ્યા છે. બીજી તરફ રાજકોટ એરપોર્ટના જુનિયર એÂન્જનિયર અને દુષ્કર્મના આરોપીને કોરોના શંકાસ્પદ જણાતા બંનેને સિવિલ હોÂસ્પટલ ખસેડાયા છે. બંનેના લોહીના નમૂના લઇ પરીક્ષણ માટે લેબમાં મોકલી દીધા છે. એરપોર્ટના જુનિયર એÂન્જનિયરને સખત તાવ આવતો હોવાથી પહેલા વોકહાર્ટ હોÂસ્પટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યાં કોરોના શંકાસ્પદ લક્ષણો જાવા મળતા સિવિલ ખસેડ્યા હતા. તેની ટ્રાવેલ હિસ્ટ્રીમાં તેઓ રાજસ્થાનથી તાજેતરમાં જ આવ્યા હતા. આથી એરપોર્ટ તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. આજે ૨૬ માર્ચે એનડીઆરએફની ટીમ દ્વારા માઇકમાં લોકોને ઘરે રહેવા અપીલ કરવામાં આવી રહી છે.
રાજકોટ સેન્ટ્રલ જેલમાં ૧૧૦૦ કેદીઓની કેપેસિટી હોવા છતાં હાલ ૧૭૦૦ કેદીઓને રાખવામાં આવ્યા છે. દુષ્કર્મના આરોપીને લક્ષણો દેખાતા તેને સિવિલ હોÂસ્પટલ ખસેડવામાં આવ્યો હતો. આરોપીનો ભાઇ તાજેતરમાં જ વિદેશથી આવ્યો હતો. તે તેના ભાઇને જેલમાં મળવા જતો હતો. આથી તેનો ચેપ લાગ્યાની શંકા સેવાઇ રહી છે. રાજકોટમાં દુષ્કર્મના કેસમાં આરોપીની ૨૨ માર્ચે ધરપકડ કરવામાં આવી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!