વડોદરામાં ભીડ એકઠી ન થાય તે માટે સૌથી મોટું શાકભાજી માર્કેટ પોલો ગ્રાઉન્ડ ખસેડાયું

વડોદરામાં ભીડ એકઠી ન થાય તે માટે સૌથી મોટું શાકભાજી માર્કેટ પોલો ગ્રાઉન્ડ ખસેડાયું
Spread the love
  • ૫૧ સેમ્પલ લેવાયા, જે પૈકી ૮ કોરોના પોઝિટિવ, ૪૦ના રિપોર્ટ નેગેટિવ, ૧ પેન્ડિંગદ, ૨ રિજેક્ટ

વડોદરા,
વડોદરામાં શહેરમાં અત્યાર સુધીમાં કોરોના વાઈરસના ૮ પોઝિટિવ કેસ નોંધાયા છે, ત્યારે લોકડાઉનમાં ખંડેરાવ માર્કેટમાં ભીડ થતી હોવાથી ત્યાંથી શાકભાજી માર્કેટને ખસેડીને પોલો ગ્રાઉન્ડમાં ખસેડવામાં આવ્યું છે. જેથી ત્યાં ભીડ ન થાય અને એકબીજાખી દૂરી રાખીને ખરીદી કરી શકે છે.
વડોદરા શહેરમાં વર્ષોથી ખંડેરાવ માર્કેટ ખાતે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજાર ભરાય છે. હાલ કોરોના વાઈરસના લોકડાઉનને કારણે સાંકળી જગ્યામાં ભીડ થતી હતી. હતી. જેથી વડોદરા મહાનગરપાલિકાએ સાવચેતીના ભાગરૂપે આજે શાકભાજી, ફ્રૂટ અને ફૂલ બજારને પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવાનો નિર્ણય કર્યો હતો. પાલિકા અને પોલીસની ટીમ દ્વારા માર્કેટને આજે પોલો ગ્રાઉન્ડ ખાતે ખસેડવામાં આવ્યું હતું. જ્યાં મા‹કગ કરીને વેપારીઓને ધંધો કરવા માટે જગ્યા ફાળવવામાં આવી છે. તમામ ગ્રાહકો છૂટા-છવાયા રહે અને ભીડ ના થાય તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આરોગ્ય વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અત્યાર સુધીમાં વડોદરામાં શંકાસ્પદ કોરોનાની ચકાસણી માટે કુલ ૫૧ સેમ્પલ લેવામાં આવ્યા હતા.આ પૈકી ૮ સેમ્પલ પોઝિટિવ જણાયા છે અને ૪૦ સેમ્પલ નેગેટિવ રહ્યા છે. એક સેમ્પલનો રિપોર્ટ પેÂન્ડંગ છે. અને ૨ સેમ્પલ રિજેક્ટ કરવામાં આવ્યા છે. બુધવારે રાત્રે ૫૫ વર્ષના પુરૂષનો કોરોના વાઈરસનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જે ગોત્રી હોÂસ્પટલના આઈસોલેશન વોર્ડમાં સારવાર હેઠળ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!