સુરતથી ભારવાહક વાહનોમાં મુસાફરો ભરીને આવતા સાત સામે ગુના દાખલ

દામનગર પોલીસ દ્વારા સાત ગુના ઓ દાખલ સુરત તરફ થી ભાર વાહક વાહનોમાં મુસાફરો ભરીને આવતા વાહનો ડિટેઇન કરી ૧૫૦ થી વધુ મુસાફરો સાથે વાહન ચાલકો એ ભારે લાચાર સ્થિતિ ઉભી કરી રાજ્યના ધોરી માર્ગ અને પંચાયતના માર્ગો સિવાય રેવન્યુ રસ્તા ઓ પર થી દામનગર શહેર અને ગ્રામ્યમાં પ્રવેશી ચેકપોષ્ટના ડરથી જ્યાં ત્યાં ઉતારી દેતા અનેક વાહન ચાલકો સામે દામનગર પોલીસે સાત વાહન ચાલક સામે અલગ અલગ સમયે અલગ અલગ સ્થળે થી અટક કરી રજળી પડેલ મુસાફરો માટે ભોજન વ્યવસ્થા કરી હતી ખૂબ મોટી સંખ્યામાં હાથ લાગ્યું.
વાહન લઈને હજારોની સંખ્યામાં ટ્રુવહીલ ફોર વહીલ લઈ ને આવતા વાહનો સામે પોલિસ તંત્ર સતર્ક ભાર વાહક વાહનો માં ખૂબ મોટી સંખ્યામાં સુરત થી ૧૫૦ થી વધુ મુસાફરો ઉના મહુવા રાજુલા જાફરાબાદ સહિત બગસરા સાવરકુંડલા વિસ્તાર તરફ જતા મુસાફરો ને જ્યાં ત્યાં ઉતારી ને જતા વાહન ચાલકોને ઝપડી કડક કાર્યવાહી કરી જુદા જુદા સાત વ્યક્તિ ઓ વિરુદ્ધ જાહેરનામાં ભંગ મોટર વેહિકલ સહિત આઈપીસી સહિત ની જોગવાઈ હેઠળ ગુના દાખલ કરી કડક કાર્યવાહી કરેલ છે દામનગર પી એસ આઈ જી ડી આહીર અને પોલીસ સ્ટાફ દ્વારા દામનગર શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં સતત વોચ અને કડક કાર્યવાહી કરી હતી.
રિપોર્ટ : નટવરલાલ ભાતિયા