દામનગર અનસૂયા ક્ષુધાકેન્દ્ર દ્વારા લોક ડાઉન્ડથી એક માસ માટે સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન સેવા

દામનગર અનસૂયા ક્ષુધાકેન્દ્ર દ્વારા લોક ડાઉન્ડથી એક માસ માટે સંપૂર્ણ નિઃશુલ્ક ભોજન સેવા
Spread the love

દામનગર ખાતે રોજિંદી મજૂરી કરી જીવતા પરિવારો ને માટે હાલ ની મુશ્કેલી માં ભોજન વ્યવસ્થા કરવા આવી છે માજી નગરપતિ સુરેશ મહેતા ના સૌજન્ય થી દામનગર શહેરી વિસ્તારમાં પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા અને સેવાભાવિ ટિમના સભ્યો નિકુલભાઈ રાવળ હિમતભાઈ આલગિયા પ્રીતેશભાઈ નારોલા ભગવનભાઈ નારોલા રણછોડભાઈ બોખા ધૂન મંડળના સભ્યો ગાયત્રી પરિવાર સિનિયર સીટીઝન ટ્રસ્ટ મણીભાઈ સાર્વજનિક પુસ્તકાલય મનોકામના મેલડી માતાજી સંસ્થાઓના સંકલનથી દૈનિક ભોજન વ્યવસ્થા માટે ગાયત્રી મંદિર દામનગર એક માસ માટે વ્યવસ્થા પાર્સલ સેવાનું ઉમદાકાર્ય શરૂ કરવા એડવોકેટ મનન મહેતા (એજીપી ગુજરાત હાઈકોર્ટ)ના રૂપિયા ૧૧ હજારના દાનથી શરૂ કરેલ દાનનું ઝરણું સુરેશ મહેતાના નેતૃત્વમાં વાત કરતાની સાથે ૫૦ હજારથી વધુ રોકડ રકમ અને વિવિધ ખાદ્ય દ્રવ્ય એકત્રિત થવા લાગ્યું છે.

જયતિભાઈ નારોલા માધવ સ્ટીલની વાહન સેવાથી ખેડૂત પરિવારો પાસે થી ઘઉં ચોખા ચણા ની હોળી ફેરવી અન્ન પુરવઠો મેળવવાનું આયોજન કરવા માં આવે છે દામનગર શહેરી વિસ્તારોમાંથી પસાર થતા તમામ લાચાર રાહદારી મજૂર શ્રમિકની જઠરાગ્નિ તૃપ્ત કરવા જ્ઞાતિ જાતિ ભાષા સંસ્કૃતિના કશા ભેદ વગર જરૂરિયાતમંદ વ્યક્તિ ઓ ને ભોજન આપવાનું શરૂ કરવામાં આવેલ છે. શોષયલ ડિસ્ટન્ટ જાળવી ઝોનલ ઓફિસર ભરતભાઇ ભટ્ટ પત્રકાર નટુભાઈ ભાતિયા સહિતના સંકલન અને સરકારશ્રીના આદેશ અનુસાર ભોજન સેવા હાલ ની પરિસ્થિતિ ને ધ્યાને લઇ ગરીબ ગુરબા શ્રમિક આર્થિક પછાત વસાવત માં રોજે રોજનું લાવીને ખાનાર પરિવારો ને નિઃશુલ્ક ભોજન મળી રહે તે માટે પાર્સલ સેવા શરૂ કરેલ છે.

રિપોર્ટ : નટવરલાલ ભાતિયા

IMG20200326141631_1.jpg

Natvarlal Bhatia

Natvarlal

Right Click Disabled!