ગાંધીનગર જિલ્લામાં ૧૮ સ્થળો પર ૧૧૧૫ ક્વોરનટાઇન ફેસીલીટી ઉપલબ્ધ

Spread the love
  • ગાંધીનગર જિલ્લામાં ચોથા રાઉન્ડનો કોમ્યુનીટી સર્વેનો આજથી આરંભ : ચાર તાલુકામાં પ્રથમ દિવસે કુલ- ૧૦૫ ગામોમાં ૮૯,૨૯૩ કુટુંબોનો સર્વે કરાયો

ગાંધીનગર,
નોવેલ કોરોના વાયરસને નાથવા માટે ગાંધીનગર જિલ્લા તંત્ર દ્વારા આરોગ્યલક્ષી સેવાને વધુ અસરકારક બનાવવા માટે સુચારું વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. હાલમાં ગાંધીનગર જિલ્લામાં ખાનગી અને સરકારી હોસ્પિટલમાં આઇસોલેશન વાર્ડની વ્યવસ્થા કરવામાં આવી છે. જેમાં ક્રિટીકલ અને નોન ક્રિટીકલ મળી કુલ બેડ ૨,૬૩૩ છે તથા આઇસોલેશન બેડ – ૩૬૧, એડલ્ટ વેન્ટિલેટર – ૫૮ અને પીડિયા વેન્ટિલેટર ૧૦ બેડની વ્યવસ્થા કરવામાં આવી છે.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ર્ડા. મુનભાઇ સોંલકીના જણાવ્યા અનુસાર ગાંધીનગર જિલ્લામાં સરકારી અને ખાનગી ક્ષેત્ર મળીને સરકારી ક્રિટીકલ બેડ ૮૦૦, અને નોન ક્રિટીકલ બેડ ૨૯૦તેમજ ખાનગીક્ષેત્રે ક્રિટીકલ બેડ ૧૧૦૩ અને નોન ક્રિટીકલ બેડ ૪૪૦ મળી કુલ- ૨૬૩૩ બેડની વ્યવસ્થા છે. તે ઉપરાંત આઇસોલેશન બેડમાં સરકારી ક્રિટીકલ અને નોનક્રિટીકલ મળીને ૧૬૫ બેડ તથા ખાનગીક્ષેત્રમાં ક્રિટીકલ અને નોન કિટીકલ મળીને ૧૯૬ બેડની સુવિધા છે. કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને જિલ્લામાં કુલ- ૧૮ સ્થળો પર હાલ કવોરેન્ટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે. જેમાં પ્રેક્ષાભારતી કોબા ખાતે ૧૬૦, યુથ હોસ્ટેલ, સેકટર-૧૬ ખાતે ૩૦, સ્ટાફ ટ્રેનીંગ કોલેજખાતે ૧૫, કન્યા વિનય મંદિર સંસ્કાર તિર્થ, આજોલ ખાતે ૨૫૦, શાંતિ નિકેતન કોલેજ, પડુસ્મા ખાતે ૨૬, ગ્રામભારતીની કસ્તુરબા છાત્રાલય ખાતે ૩૬, ગાંધી છાત્રાલય ખાતે ૩૯, કુમાર છાત્રાલયખાતે ૩૯, માણસાની હોટલ રાજવી ખાતે ૧૨, હોટલ વેલકમ ખાતે ૮, હોટલ રાજમહેલ ખાતે ૮, કલોલના ગ્રામ સેવા મંદિર, ભગીની છાત્રાલય ખાતે ૧૦૦, શ્રી સ્વામિનારાયણ હોલ કોલેજ, સઇજ ખાતે ૨૫, ઉમિયા છાત્રાલય ખાતે ૪૦, લિમ્બચ છાત્રાલય ખાતે ૩૦, વર્ધમાન જૈન વાડી ખાતે ૧૦૦, અંબાજી માતાની વાડી ખાતે ૧૦૦ અને કે.આઇ.આર.સી. કોલેજ છાત્રાલય ખાતે ૧૦૦ મળી કુલ- ૧૧૧૫ કવોરનટાઇન ફેસીલીટી ઉભી કરવામાં આવી છે.
વધુમાં ર્ડા. મનુભાઇ સોલંકીએ જણાવ્યું છે કે, આઇ.ઇ.સી પ્રવૃત્તિ અને હોમ કવોરનટાઇન માટે ૧૫ હોડિંગ્સ, ૨૨૫ બેનર, ૫૮ હજાર જેટલા પેમ્ફલેટ, ૫૦૭ સાવધાન બોર્ડ, ૩૨૧ કોવિડ-૧૯ બોર્ડઅને ૫૨ આઇસોલેશન બોર્ડ લગાવવામાં આવ્યા છે. તેની સાથે તા.૨૬મી માર્ચ સુધીમાં ૨૫ અલગ અલગ જગ્યાએ જાહેરમાં થુંકવા માટે ૧૦૪ સામે કેસ કરીને ૫૨ હજાર જેટલી દંડની રકમ વસુલ કરવામાં આવી છે.
તા.૨૭મી માર્ચના રોજ ગાંધીનગર જિલ્લામાં કોમ્યુનીટી સર્વેના ચોથા રાઉન્ડનો આજથી આરંભ કરવામાં આવ્યો છે. ચોથા રાઉન્ડના સર્વેના પ્રથમ દિવસે ચાર તાલુકાના કુલ- ૧૦૫ ગામોમાં કામગીરી કરવામાં આવી છે. જેમાં ૮૯,૨૯૩ કુટુંબો અને ૪,૨૮,૨૯૦ વ્યક્તિઓનો સર્વે કરવામાં આવ્યો છે. જેમાં ૫૫૨ બીમાર વ્યક્તિ હોવાનું માલૂમ પડયું હતું. તેની સાથે અત્યાર સુધીમાં ૪૧,૪૩૪ લોકોને આયુર્વેદિક ઉકાળાનુ તથા ૨૦,૩૧૭ ને હોમિયોપેથિક દવાઓનું વિતરણ કરવામાં આવ્યું છે.
તે ઉપરાંત જિલ્લામાં ૭૦૩ મુસાફરો આવ્યા હતા. જેમાં ૨૭૩ મુસાફરો ૧૪ દિવસના ઓબ્જર્વેશન પીરિયડ પૂર્ણ કર્યો છે. ૨૪૪ મુસાફરો ૧૪ દિવસના ઓબ્જર્વેશન પીરિયડમાં રાખવામાં આવ્યા છે. તે ઉપરાંત ૬ મુસાફરોને સરકારી ક્વોરન્ટાઇન ફેસીલીટીમાં મોકલેલ છે. ૧૮૦ મુસાફરોને રિફર કરવામાં આવ્યા છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!