ગુજરાત ચેતેઃ ૫ એપ્રિલ સુધી કોરોનાના કેસ વધશે
- રાજ્યમાં કોરોના રોગી લોકલ ટ્રાન્સમિશન પ્રક્રિયા શરૂ થઇઃ આરોગ્ય સચિવનો ધડાકો
- અમદાવાદમાં વધુ એક મહિલાના મોત સાથે રાજ્યમાં મૃત્યુઆંક ૪ થયો,વધુ છ કેસો પોઝિટિવ આવતા આંકડો ૫૪એ પહોંચ્યો,સરકારની લોકોને અપીલ,પોતાના ઘરોમાં જ રહો,અમદાવાદમાં સૌથી વધુ ૨૧ કેસ
ગાંધીનગર,
દેશમાં ફેલાયેલી મહામારી કોરોના વાઇરસ રોગચાળાના પોઝીટીવ કેસોની સંખ્યા અન્ય કેટલાક રાજ્યોની જેમ ગુજરાતમાં પણ ચિંતાજનક રીતે વધી રહી હોય તેમ આજે વધુ ૬ પોઝીટીવ કેસો બહાર આવતાં રાજ્યમાં કોરોનાના પોઝીટીવ કેસોની સંખ્યા ૫૦ને પાર કરીને ૫૩ પર પહોંચી ગઇ છે. અને ગુજરાતમાં લોકલ ટ્રાન્સમિશનની એટલે કે ઝડપથી રોગ ફેલાવવાની પ્રક્રિયા અને રાજ્યમાં ઇન્ક્્યુબેશન પરિયડ્સ ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન કેસો વધ્યા છે. જે તબીબોના મતે ત્રીજા તબક્કામાં ખૂબ જ ખતરનાક કહી સકાય.
દરમ્યાનમાં આજે ગુજરાતમાં કોરોના વાયરસથી વધુ એક મહિલાનું મોત નિપજ્યું છે. જે એસવીપી હોÂસ્પટલમાં દાખલ હતી. મહિલા ડાયાબિટીસ અને બ્લડ પ્રેસરથી પીડિત હતી. કોરોના વાઈરસથી અમદાવાદમાં મૃત્યુ આંક ૨ થયો છે જ્યારે રાજ્યમાં કોરોનાના કારણે મોતનો આંક ૪ પર પહોંચ્યો છે.
ગુજરાતના આરોગ્ય સચિવ જ્યંતી રવિએ આજે પત્રકાર પરિષદમાં ગુજરાતમાં કોરોનીની તાજા Âસ્થતિ અંગેની માહિતી આપતાં ગુજરાતના લોકોને ફરીથી સાવચેત કર્યા હતા અને આ રોગા ચેપથી બચવા લોકડાઉનના સમયગાળામાં ઘરમાં જ રહેવાની ભારપૂર્વકની ચેતવણી આપી તેમનું કહેવું છે કે, રાજ્યના તમામ નાગરિકોએ લોકડાઉનનો વ્યવÂસ્થત અને સંપૂર્ણ અમલ કરવાની ખાસ જરૂર છે. બહુ જરૂરી હોય તો જ ઘરની બહાર નીકળવાનું રાખો. ગુજરાતમાં આજથી ઈન્ક્્યુબેશન પીરિયડ્સ ચાલુ હોવાથી કેસ વધવાની પુરી શક્્યતા છે. દરમ્યાન, મધ્ય ગુજરાતના આણંદ જિલ્લામાં કલમ ૧૪૪ ના ભંગ અંગેની ૧૩૫ ફરિયાદ નોંધાઇ છે તો, પોલીસે ૧૯૫ લોકોની ધરપકડ કરી છે. એક ચિંતાજનક બનાવમાં જીવતા બોંબ સમાન રાજકોટમાં કોરોનાને કારણે ક્વોરોન્ટાઇન કરાયેલી એટલે કે અલગ રખાયેલી એક યુવતી ભાગી જતા તેની ફરિયાદ થઇ છે. આ યુવતી જેના સંપર્કમાં આવે તેને પણ કોરોના થવાની શકયતા છે.
તેમણે રાજ્યમાં ઇન્ક્્યુબેશન પરિયડ્સ(ખતરનાક તબક્કો) ચાલુ હોવાથી કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઇ શકે છે. આગામી ૫ એપ્રિલ સુધી કેસમાં વધારો થાય તેવી સંભાવના છે. હાલ રાજ્યમાં લોકલ ટ્રાન્સમિશન વધ્યા છે. આમ ખુદ સરકાર જ જ્યારે કહી રહી છે કે ૫ એપ્રિસ સુધી કેસો વધવાની શક્્યતા છે ત્યારે સરકારે તો સજાગતા રાખીને હોÂસ્પટલોમાં તેની તૈયારીઓ રાખી છે. તેમ છતાં લોકોએ લોકડાઉનનો અમલ કરીને ઘરની બહાર નિકળવાનું ટાળવુ જાઇએ., એમ પણ સરકારી સૂત્રોએ કÌšં હતું.
જયંતિ રવિએ એમ પણ કÌšં કે, હજુ ૫ એપ્રિલ સુધી કેસ વધવાની પુરી સંભાવના છે. ત્યારે હાલમાં ૯૯૩ સેમ્પલમાંથી ૯૩૮ નેગેટિવ આવ્યા છે જે એક સારા સમાચાર પણ છે ગુજરાતમાં ૮૦૦૦થી વધુ વેÂન્ટલેટર્સ હાલ ઉપલબ્ધ છે. તેમજ ગુજરાતમાં દ્ગ૯૫ માસ્કની અછત નથી.
ગુજરાત બહારથી આવેલા લોકો અંગે તેમણે કÌšં કે, ૨૨ તારીખીથી ફ્લાઇટ બંધ છે પરંતુ એ પહેલા ઘણા લોકો ગુજરાતમાં આવ્યા હતા. તેથી આગામી ૧૦-૧૪ દિવસમાં કેસમાં વધારો થઇ શકે છે. હાલ કુલ ૧૯,૩૪૦ લોકો ક્વોરોન્ટાઇનમાં છે અને ક્વોરોન્ટાઇનનો સમય પૂરો થવાથી આ સંખ્યા ઘટશે. જાકે સરકારી ક્વોરોન્ટાઇનના કેસોમાં વધારો થયો છે. ૬૫૭ લોકોને સરકારી ક્વોરોન્ટાઇનમાં રાખવા પડ્યા છે.ગુજરાત રાજ્યમાં વધુ ૬ નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા ૫૩ પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ ૩ લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. અમદાવાદમાં ૩, વડોદરા, ગાંધીનગર અને મહેસાણા ૧-૧ નવા કેસ નોંધાયા છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં ૧૮, વડોદરામાં ૯, રાજકોટમાં ૮, ગાંધીનગરમાં ૮, સુરત ૭ જ્યારે કચ્છ, ભાવનગર અને મહેસાણામાં ૧-૧ કેસ નોંધાયા છે.