આણંદ શહેરમાં ગેરકાયદે ડુપ્લિકેટ સેનેટાઈઝરનો 4200 નંગનો જથ્થો પકડાયો

- આણંદ શહેરમાં ગેરકાયદે સંગ્રહ કરેલ ડુપ્લીકેટ સેનેટાઈઝરનો ૪૨૦૦ નંગનો જથ્થો પકડાયો
- પોલીસ તથા આવશ્યક ચીજ વસ્તુઓની ધારા હેઠળ દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવી
- સંગ્રહખોરી જેવા કૃત્યો સામે સખ્ત કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટર શ્રી આર.જી.ગોહિલ અને જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજીયનનો આદેશ
- પુરવઠા અધિકારીશ્રી, ફૂડ અને ડ્રગ્સ,……કચેરીઓ દ્વારા સખ્ત કાર્યવાહીનો પ્રારંભ…..
આણંદ : સમગ્ર વિશ્વમાં કોરોનાના કારણે WHO દ્વારા મહામારી જાહેર કરવામાં આવી છે. ભારતમાં પણ તકેદારીના ભાગરૂપે વડાપ્રધાનશ્રી દ્વારા તકેદારીના પગલારૂપે ૨૧ દિવસનું લોકડાઉન આપવામાં આવ્યું છે. ત્યારે તમામ લોકોને જીવન જરૂરીયાતની ચીજવસ્તુઓ મળી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જીવનજરૂરીયાતની તેમજ દવાઓની દુકાનોને ચાલુ રાખવા આદેશ આપવામાં આવ્યો છે. જેથી નાગરીકોને સરળતાથી વસ્તુઓ મળી શકે. તેમજ સરકાર દ્વારા દુકાનદારોને સંગ્રાહખોરી ન કરવા પણ જણાવાયું છે. અને જે પણ દુકાનદાર સંગ્રાહ ખોરી કરતા જણાશે તેના વિરૂધ્ધ કાર્યવાહી કરવામાં આવશે.
તદ્દઅનુસાર આણંદ શહેર વિસ્તારની ત્રણ દુકાનોમાંથી ગેરકાયદેસર અને ભાવપત્રક વગર, ઉંચાભાવ લેવાના ઈરાદે સંગ્રહ કરાયેલ સેનેટાઈઝરનો જથ્થો પકડ્યો છે. આ જથ્થો જે પકડાયો છે તે ૪૨૦૦ નંગ ડુપ્લીકેટ સેનેટાઇઝ બોટલ નો જથ્થો છે અને દરમિયાન જિલ્લા પુરવઠા અધિકારી શ્રી ગોપાલ બામણીયા અને ફૂડ એન્ડ ડ્રગ્સ, તોલમાપ કચેરીની એક ટીમ જિલ્લામાં આવી સંગ્રહ ખોરી ઉપર કામ કરી રહી છે અને ૮૯ જેટલા વહેપારી ઓ ઉત્પાદકો, વિક્રેતા, ની તપાસ કરી ને ગેરરીતિઓ સામે ૧૬હજાર નો દંડ વસૂલ કર્યો છે.
કલેક્ટર શ્રી આર. જી. ગોહિલે પહેલેથી જ આવી પરિસ્થિતિમાં જાહેર જનતાને બાનમાં લેવી, ઉંચા ભાવ, ગેરકાયદે સંગ્રાહખોરી ન કરવા વેપારીઓને અનુરોધ કર્યો હતો અને શહેરમાં નિરિક્ષણ કરી સૌને રૂબરૂ મળી જનતાને સહયોગ માટે કાળજી લીધી હતી તેમ છત્તા આણંદ શહેરમાં આવી ગંભીર ઘટના બનતા કલેક્ટર શ્રી આર. જી. ગોહિલ અને જિલ્લા પોલીસ વડા શ્રી અજીત રાજીયને આવા કૃત્યો કરનાર વેપારીઓ સામે સામૂહિક કાયદાઓ હેઠળ સખ્ત કાર્યવાહી ના આદેશ કર્યા છે.
આણંદ શહેરમાં આવેલ ન્યૂ ગાયત્રી એન્ટરપ્રાઇઝ નામની દુકાન ના પંકજભાઈ વિનોદચંદ્ર ઠક્કર ઉ.વ અને મીહીરભાઈ પંકજભાઈ ઠક્કર ઉ.વ. ૨૮ રહેઠાણ ૫૧, આયલ ટેનામેન્ટ,ત્રીભોવન ફાઉન્ડેશન સામે તા.જી .આણંદ , લાયસન્સ નંબર 20B/N/A/85 તથા નંબર:21B/N/A/86 આસિસ્ટન્ટ કમિશ્નર ફુડ એન્ડ ડ્રગ કન્ટ્રોલ, એડમિનિસ્ટેરેશન આણંદ સર્કલ, ન્યુ ગાયત્રી એન્ટર પ્રાઈઝમાંથી હેન્ડસેનેટાઈઝરના પાર્સલો કુલ-૧૪ બોક્સ TOP MOST HAND SANITIZER લખેલ હતું.
MFG LIC NO- GS/1244, BATCH NO-HS/14/MARCH/2020, EXPIRE DATE-FEB-2023, MKTD BY -TOPMOST PHARMACEUTICAL, SANTINAGAR TA.- MAHUVA DIS-BHAVNAGARનો માર્કો લખેલ જે ૫ચાસ તથા સો એમ. એલ.ની કુલ બોટલો કુલ -૪૨૦૦ જે તમામની કુલ કિ.રૂા ૪,૧૬,૬૪૦/-નો સંગ્રહ કરેલો જથ્થો પકડાયો છે. એલ.સી.બી પોલીસ અને જિલ્લા પુરવઠા અધિકારી શ્રી બામણીયા તથા તેમની ટીમ દ્વારા આ જ્થ્થો સીઝ કરી કાર્યવાહી કરવામાં આવી હતી. તેમજ જાહેર જનતાના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવાનાં કૄત્ય બદલ દુકાનદારની ધરપકડ કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા જિલ્લામાં ના કોઈ પણ વહેપારી એકમ ઉપર ગમે ત્યારે દરોડા ની કાર્ય વાહી થઈ શકે છે.