સાબરકાંઠા કલેકટર સી. જે. પટેલે શ્રમિકોની વ્યવસ્થાને લઇ માર્ગદર્શિકા જાહેર કરી
હિંમતનગર,
દેશમાં નોવેલ કોરોનાના સંક્ર્મણને રોકવા માટે વિવિધ માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે જે અનુસંધાને પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા ૨૧ દિવસનું લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.આ સમયે સાબરકાંઠા જિલ્લામાં તમામ રોજગાર પુરો પાડતા ઉધોગો, કામદારો,શ્રમિકો, સ્થળાંતર થતા લોકો સહિત ભાડે રહેનાર લોકોને માટે જિલ્લા કલેક્ટર અને જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી સી.જે.પટેલને મળેલી સત્તાના રૂએ નીચે પ્રતિબંધ ફરમાવવામાં હુકમ કરવામાં આવ્યા છે.
- તમામ રોજગાર પુરો પાડતા ઉધોગો, વ્યાપારીક, વાણિજ્યક સંસ્થા/દુકાનો,કોંટ્રાક્ટરોએ તેમના તમામ પ્રકારના કામદારોને લોકડાઉનનાસમય દરમિયાન તેમના ઉધોગો, વ્યાપારીક, વાણિજ્યક સંસ્થા/દુકાનો બંધ રહ્યા હોઇ તો પણ કામના સ્થળે નિયત થયેલ મહેનતાણું, નિયત થયેલ તારીખે જ કોઇ પણ પ્રકારના કપાત વગર પુરેપુરુ ચુકવવાનું રહેશે.
- કામદારો/ શ્રમિકો, સ્થળાંતર થતા લોકો સહિત તે જે ભાડાથી રહે છે તેમના રહેઠાણ/મકાનના માલિકોએ એક મહિના સુધી ભાડુ માંગવાનું રહેશે નહી.
- લોકોએ મકાન માલિક તેમના મકાનમાંથી ભાડે રહેતા શ્રમિકો અને વિધાર્થીઓને તેમની માલિકિની જગ્યા છોડવાનું કહેશે તો ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઇ અનુસાર પગલા લેવામાં આવેશે.
- કોઇ પણ ઉધોગો, વ્યાપારીક, વાણિજ્યક સંસ્થા/ દુકાનો,કોંટ્રાક્ટરો તેમના શ્રમિકોને બળજબરી પુર્વક કામના રહેઠાણના સ્થળને છોડવાનું કહી શકશે નહી.
- આ જાહેરનામાનો અમલ ૧૪ એપ્રિલ ૨૦૨૦ સુધી અમલમાં રહેશે. આ હુકમનો ભંગ કરનાર વ્યક્તિ વિરૂધ્ધ ગુજરાત પોલીસ અધિનિયમ-૧૯૫૧ ની કલમ -૧૩૫ અને નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ-૨૦૦૫ની જોગવાઇઓ મુજબ શિક્ષાને પાત્ર થશે.