મહિસાગર જિલ્લામાં સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાઓએ રાશનની ૭૦૦૫ કીટનું વિતરણ કર્યું

Spread the love
  • મુશ્કેલીના સમયમાં ગરીબ કુટુંબોને પડખે ઉભા રહી ઉત્તમ સેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું

લુણાવાડા,
નોવેલ કોરોનાવાયરસ (COVID-19) ના સંક્રમણને નિયંત્રણમાં લાવવા માટે લોકડાઉન જાહેર કરવામાં આવેલ છે. આ લોકડાઉના સમય દરમિયાન સ્વૈચ્છિક સંસ્થાઓ અને દાતાશ્રીઓ દ્વારા મહિસાગર જિલ્લામાં રોજિંદી કમાણી પર નિર્ભર હોય તેવા નબળી આર્થિક પરિસ્થિતિ વાળા ગરીબ કુટુંબોને અનાજ કરીયાણાની ૭૦૦૫ જેટલી કીટનું વિતરણ કરવામાં આવ્યું છે. જે પૈકી લુણાવાડા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૨૪૫૦ કીટ, બાલાસિનોર શહેર તથા ગ્રામ્ય વિસ્તારમાં ૮૯૪ કીટ, સંતરામપુર શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ૧૪૭૦ તેમજ ખાનપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૬૭૦ કીટ, વીરપુર તાલુકામાં ગ્રામ્ય વિસ્તારમાં ૧૪૦૦ અને કડાણા તાલુકામાં ૧૨૧ કીટ વિતરણ કરવામાં આવી છે
આમ મહિસાગર જિલ્લાની સ્વૈરિછક સંસ્થાઓ અને દાતાશ્રીઓએ મુશ્કેલીના સમયમાં ગરીબ કુટુંબોની પડખે ઉભા રહી ઉત્તમ સેવા નું ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!