લોકડાઉન વ્યસન મુક્તિ માટેનો શ્રેષ્ઠ સમય

Spread the love
  • સપ્તાહ વીત્યું છે સંકલ્પ અને સંયમ શક્તિ અપાવી શકે છે વ્યસન પર જીત
  • સ્વયંમ ઇચ્છાશક્તિ સાથે તંબાકુ, મસાલા સિગારેટની જેવી લતને કરીએ ક્વોરેન્ટાઈન
  • વ્યસન છોડવા શરૂઆતના ૭ દિવસ ખૂબ જ કપરા હોય છે, જો તે વિતી જાય તો વ્યસન મુક્ત થઈ શકાય

લુણાવાડા,
સમગ્ર વિશ્વમાં કોરોના વાયરસનો કહેર કોહરામ મચાવી રહ્યો છે. આ અદ્રશ્ય શત્રુ મનુષ્ય જીવ માટે ખુબ જ જીવલેણ નીવડ્યો છે. આ વાયરસને નાથવા કેન્દ્ર તેમજ રાજ્ય સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. વાયરસના સંક્રમણને અટકાવવા પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીએ ૨૧ દિવસ માટે દેશમાં લોકડાઉન જાહેર કર્યું છે. લોકડાઉનનું સપ્તાહ વીત્યુ છે આ સમયગાળામાં માત્ર જીવનજરૂરિયાતની વસ્તુઓ જ હાલ મળી રહી છે, ત્યારે તંબાકુ, મસાલા અને સિગારેટનું વેચાણ બંધ રહેતા વ્યસનીઓ માટે આ લોકડાઉનનો સમય પસાર કરવો મુશ્કેલ ભર્યો લાગી રહ્યો છે.
આપણે આ સમયને હકારાત્મક રીતે લેવો જોઈએ અને સ્વયંમ ઇચ્છાશક્તિ સાથે વ્યસની ધારે તો લોકડાઉન વ્યસન મુક્તિ માટેનો આ સમય શ્રેષ્ઠ હોવાનું તજજ્ઞોનું માનવું છે. આ આફતની પરિસ્થિતિને અવસરમાં બદલી જીવન નિરોગી અને આનંદમય બનાવી પરિવાર અને સમાજને સ્વાસ્થ્યપ્રદ બનાવવાનો અભિગમ કેળવવો જોઈએ તેમ ડોકટરોનુ માંનવુ છે.
વ્યસન શું છે ?એને સમજીએ તો કોઈ ચોક્કસ સમયે કોઈપણ વસ્તુ વગર નો ચાલે તે વ્યસન. મન અશાંત બની જાય, માનસિક કે શારીરિક વ્યગ્રતા વ્યાપે તે અવસ્થામાં માણસ આવી જાય ત્યારે કોઈને કોઈ રીતે તે પોતાની જાતને નુકસાન કરી રહ્યો હોઈ છે. તેમાંય ખાસ કરીને તંબાકુ, સિગરેટનું વ્યસન શરીર માટે પ્રાણઘાતક નીવડી શકે છે. વ્યસનનો પ્રારંભ સામાન્યતઃ મિત્રોના કહેવાથી કે શોખ ખાતર થતો હોઈ છે અને સમય જતા તે ટેવ બની જતો હોઈ છે. નિરાંતના સમયે કે સ્ટ્રેસના સમયે વ્યસનની માત્રા એટલે કે તલપ વધી જતી હોઈ છે.પણ શું વ્યસન મુક્તિ શક્ય છે ? તો તમારો અંતરાત્મા જવાબ આપશે હા..માત્ર જરૂર છે દ્રઢ સંકલ્પ શક્તિ અને સંયમની.
વ્યસન મુક્તિ માટે ધાર્મિક અને સામાજિક સંસ્થાઓ, સંતો-મહંતો અને સરકાર દ્વારા અનેકવિધ પગલાંઓ લેવાઈ રહ્યા છે. ઉપચાર માટે વ્યસન મુક્તિ કેન્દ્રો હોઈ છે. વ્યસન છોડવું તે પરિસ્થિતિની સાથોસાથ વ્યક્તિના પોતાના વીલ પાવર પર એટલેકે ઈચ્છા શક્તિ પર પણ આધારિત હોઈ છે. જયારે હાલનો સમય અને પરિસ્થિતિ એકદમ અનુકૂળ હોવાનું મનોવૈજ્ઞાનિકો માને છે.
કોઈપણ વ્યસન છે તે સમય સાથે જોડાયેલું હોય છે. જેમ કે મસાલા કે સિગારેટ જમ્યા પછી, ચા પછી નાસ્તા પછી લેતા હોય છે. જો તેનો સમય ચૂકવી દઈએ એટલે કે વ્યક્તિ ત્યારે તેની અવેજીમાં અન્ય એટલે કે મુખવાસ કે ફ્રૂટ ખાઈ લે.. જો સતત ૭ દિવસ આવું કરે તો વ્યસન મુક્ત થઈ શકાય છે.
ભય ગમે તેવા વ્યસન છૂટવાની ભાવના આપતો હોય છે. હાલમાં મહામારીનો ભય છે, તેમાં પણ કોરોના વિશેના તાત્કાલિક અભ્યાસો તો જણાવે છે કે જે વ્યક્તિને શરાબ અને ધૂમ્રપાનની આદત હોય છે તેઓને કોરોના થવાની શક્યતા વધી જતી હોય છે. કોરોના એ ન્યૂમોનિયા જેવો છે જે લોકોને ફેફસા ધૂમ્રપાનથી નબળા થઈ ગયા હશે, જેમને શ્વાસની તકલીફ હશે તે લોકોને કોરોનાનો ચેપ જડપથી લાગવાની શક્યતા છે માટે આ તક છે કે લોકો ધૂમ્રપાનનું વ્યસન છોડી દે. કોઈપણ વ્યસનનો સમય હોય છેવટે સમયે જો તે પ્રવૃત્તિ બંધ કરવામાં આવે તો વ્યસન છૂટી જતું હોય છે.
વ્યસનમુક્ત બનવા માંગતા લોકોએ સાઇક્યાટ્રિસ્ટ પાસેથી વ્યસનની હિસ્ટ્રી અને વર્તમાન સ્થિતિ પરથી અલ્ટરનેટિવ દવા તેમજ મનોવૈજ્ઞાનિક ધોરણે માર્ગદર્શન પૂરું પાડી તેમને વ્યસનમુક્ત કરી શકાય છે.
મનોવિજ્ઞાનના અભ્યાસો જણાવે છે કે કોઈપણ પ્રકારનું તીવ્ર વ્યસન ભલે હોય જો વ્યક્તિ દ્રઢ મનોબળ ધરાવતો હોય તો આરામથી મુક્ત થઈ શકે છે. ચર્ચા, વિચારણા અને ચિકિત્સત્મક ઉપચારથી આરામથી વ્યસન મુક્ત થઈ શકાય છે. હાલના આદર્શ સમયમાં આવો મનોચિકિત્સક, મનોવૈજ્ઞાનિક અને સ્વયં ઇચ્છાશક્તિથી બનીએ વ્યસનમુક્ત.

Admin

Admin

9909969099
Right Click Disabled!