આદિવાસી ગામોમા જાંબાજ પત્રકારની ભોજનસેવા

જ્યાં વિશ્વ ની જનેતા વિરાજમાન છે માં અંબા સાક્ષાત દર્શન આપે છે તે અંબાજી મારુ અંબાજી સમગ્ર વિશ્વ નું અંબાજી ભક્તિ અને પ્રભુતા માટે પ્રસિદ્ધ છે એટલે જ કહેવાય છે કે પકડ્યો મા મેં પાલવ તારો ,જે જગ્યા એ જગત જનની માં અંબા વિરાજમાન છે ત્યાં કોઈ ભૂખ્યું રહેતું નથી, આમ ભૂખે કો અન્ન પ્યાસે કો પાની એટલે અંબા ધામ માં અંબાજી વિશ્વ ની સ્વર્ગ ભુમી તરીકે ઓળખાય છે આ ધામ મા હાલ લોક ડાઉન હોઈ ગરીબ અને મધ્યમ વર્ગના લોકો માટે કપરી સ્થિતિ નું નિર્માણ થયું છે ત્યારે વિવિધ સંસ્થાઓ દાન અને ભોજન માટે આગળ આવી છે ત્યારે અંબાજી વિસ્તારમા મૂળ રાજસ્થાનના અને પાંસા ખાતે માર્બલ ફેક્ટરીમા કામ કરતા મગન લાલ મીણા છેલ્લા કેટલાય દિવસ થી ગરીબ આદિવાસી ગામો મા જઈ ગરીબોને પોતાના હાથ થી જમવાનું આપી રહ્યા છે.
અંબાજી આસપાસ પાંસા, ઝમબેરા અને ધાબા વાળી વાવ ગામ મા આદિવાસી સમાજ મોટી સંખ્યામાં વસવાટ કરે છે ત્યારે મગન મીણા દ્વારા આ લોકોને 300 શાકભાજીના પેકેટ અપાયા હતા સાથે 70 કિલો ખીચડી પણ છેલ્લા ત્રણ દિવસ મા આપવામાં આવી હતી આમ મગન મીણા હાલ ગરીબો ના ગામ મા જઈ આ સેવા કરી રહ્યા છે, જયારે સૂર્ય ઉગે છે ત્યારે મગન મીણા આ ગામો માં જઈ લોકો ને મળી આવે છે અને બપોર થાય તે પહેલા ગરીબ આદિવાસી ભાઈઓના પેટ મા ખીચડી પહોંચી જાય છે આમ નિત્ય ક્રમ મુજબ આ મગન મીણા હાલ તો આદિવાસી વિસ્તાર મા હનુમાન બની ગરીબો માટે ભોજન આપી પોતાની ફરજ બજાવે છે.