જી.જી. હોસ્પિટલમાં દર્દીના પરિવારજનોને હોસ્પિટલમાં ટિફિન લાવવાની મનાઈ
- કોરોનાના ચેપની શક્યતા ઘટાડવાકરાશે કામગીરીઃ હોસ્પિટલમાં દર્દી અને ડોકટર સિવાય કોઈને પ્રવેશ આપવામાં આવશે નહિં. સંસ્થા દ્વારા ફૂડ પેકેટની વ્યવસ્થા કરવામાં આવશે
જામનગરમાં દરેડ વિસ્તારમાંથી ૧૪ માસના બાળકને પોઝિટિવ રિપોર્ટ મળ્યા બાદ દરેડ વિસ્તારને સંપૂર્ણ કવોરેન્ટાઇન કરવામાં આવેલો તો બીજી બાજુ કોરોના વાયરસ સામેની લડત માટે જીજી હોસ્પીટલની નવી બિલ્ડીંગ ખાતે ૩% બેડની વ્યવસ્થા સાથે સંપૂર્ણ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલ તરીકે તૈયાર કરવામાં આવી છે. ઉપરાંત આગામી દિવસોમાં દર્દીના પરિવારજનોને હોસ્પિટલમાં ટિફિન લાવવાની પણ મનાઈ કરવામાં આવશે જેનાથી કોરોનાના ચેપની શક્યતા ઘટાડી શકાશે. તેવું ગઈકાલે મેડીકલ કોલેજ ખાતે યોજાયેલી પત્રકાર પરિષદમાં જણાવાયું હતું. જામનગરના દરેક વિસ્તારમાં કોરોના વાયરસનો પોઝીટીવ દર્દી નોંધાતા તંત્ર દોડતું થયું હતું. કોરોના વાયરસનું સંક્રમણ આગલ્લાધે નહી તે માટે સમગ્ર વિસ્તારને કવોરેન્ટાઇન કરવામાં આવ્યો હતો. ઉપરાંત તકેદારીના તમામ પગલા લેવામાં આવી રહ્યા છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)