જામનગરમાં શાક માર્કેટ લોકડાઉનના કારણે ન ખુલ્લે તે માટે મોનીટરીંગ શરૂ કરાયું
– જામનગરમાં ૨૦૦ કિઓક્સ બોર્ડ જપ્ત કરાયા
જામનગર મહાનગરપાલિકાના હદ વિસ્તારમાં કોરોના વાયરસ સંદર્ભે લોક ડાઉનના કાયદાનો ચુસ્ત અમલ કરવામાં આવી રહ્યો છે. એસ્ટેટ શાખાના કંટ્રોલીંગ અધિકારીએ અખબારી યાદીમાં જણાવ્યું છે કે, શહેરના જુદા-જુદા વિસ્તારમાં આવેલી શાક-માર્કેટો બંધ કરાવવા અંગે કમિશ્નર દ્વારા જાહેર કરવામાં આવેલા જાહેરનામાને લઇને એસ્ટેટ વિભાગની ટીમ દ્વારા ખાસ મોનિટરીંગ હાથ ધરવામાં આવેલ છે. જેમાં કડીયાવાડ, ગુલાબનગર, ખોડીયાર કોલોની, રણજીતનગર વિગેરે વિસ્તારમાં શાક માર્કેટ ન ભરાઇ તે માટે સતત મોનીટરીંગ કરવામાં આવે છે. આ સાથે સાથે શહેરના મુખ્ય માર્ગો પર જાહેરાત માટેના કુલ ૨૦૦ કીઓકસ બોર્ડ જપ્ત કરવામાં આવેલ છે.
– રોહિત આર. મેરાણી (જામનગર)