જાહેરમાં છીંક ખાધી તો આતંકવાદી આરોપ હેઠળ ગુનો દાખલ..

જાહેરમાં છીંક ખાધી તો આતંકવાદી આરોપ હેઠળ ગુનો દાખલ..
Spread the love

વોશિગ્ટન: કોરોના દરરોજ કંઈક નવા પ્રતિબંઘો સાથે આવે છે. હવે આ મહામારી વચ્ચે કેટલીક જગ્યાએ લોકોને ખાંસી ઉધરસ ખાવા અને છીંક ખાવા પર પણ પ્રતિબંધ મૂકાઈ ગયો છે. પોલિસ અધિકારીઓ આ કાયદાનો કડક અમલ પણ કરાવી રહ્યા છે. એવો જ એક કિસ્સો અમેરિકામાં સામે આવ્યો છે. અહીં જાહેરમાં ખાંસી તેમજ છીંક ખાનાર પર આંતકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અમેરિકાના વર્જિનિયા શહેરમાં એક વ્યક્તિએ દુકાનમાંથી સામાન ખરીદ્યા બાદ ઝઘડો કરવા લાગ્યો જેથી પોલીસને બોલાવવાની ફરજ પડી.

જ્યારે તેની પુછપરછ કરી તો તે વ્યક્તિ કહ્યું કે શું તમે કોરોનાથી નથી ડરતા? હું તમારી ઉપર ઉધરસ કે છીંક ખાવા જઈ રહ્યો છું. ત્યાર પછી આ વ્યક્તિ વિરુદ્ધ આતંકવાદ ફેલાવવાના આરોપ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો. અમેરિકાના કેલિફોર્નિયામાં એક સુપર માર્કેટમાં 1,800 ડોલર કિંમતનું કરિયાણું અને અન્ય સામાન મોઢા વડે ચાટીને રાખવાના આરોપમાં એક મહિલાની ધરપકડ કરવામાં આવી છે. કોરોના સંક્રમણના ડરથી તમામ સામાનનો નાશ કરી દેવાયો છે. મહત્વનું છે કે, અમેરિકામાં કોરોનાનો કહેર સતત વધી રહ્યો છે. અમેરિકામાં અત્યાર સુધી કોરોના વાઈરસને કારણે 16697 લોકોના મોત થયા છે. વિશ્વમાં સૌથી વધુ કોરોના દર્દીઓ અમેરિકામાં છે.

news_image_219573_primary.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!