ધાનેરા રેલવે સ્ટેશન પાસે આવેલ શિવ મંદિરવાળી ગલી હોમ કોરોન્ટાઇન

બનાસકાંઠા જિલ્લામાં કોરોના ના બે કેસ પોઝેટીવ મળી આવતા ચકચાર મચી જવા પામી છે ત્યારે તંત્ર પણ દોડતું થયું વાવ તાલુકાના મીઠાવીચારણ ગામ ના પાંચ વર્ષના બાળક ને કોરોના પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ મચી છે તો બીજી તરફ આ પાંચ વર્ષના બાળકને સારવાર અર્થે ડીસાની હિરેન પટેલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો અને તે દિવસે જે લોકોએ હિરેન પટેલ હોસ્પિટલની મુલાકાત લીધી તેવા તેવા તમામ લોકોનું લિસ્ટ મેળવી આરોગ્ય વિભાગ તેમજ સ્થાનિક તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે ત્યારે ધાનેરા રેલવે સ્ટેશન પાસેની શિવ મંદિરની બાજુની ગલીમાં રહેલા એક પેશન્ટ તરીકે લોકો હિરેન પટેલ હોસ્પિટલ માં ગયા હતા.
જેને આજે નગરપાલિકા તંત્ર આરોગ્ય વિભાગ તેમજ પોલીસની ટીમે તે વિસ્તારમાં પહોંચી તપાસ હાથ ધરી હતી અને રેલવે સ્ટેશન પાસે આવેલ શિવ મંદિરની બાજુ વાળી આખી ગલી ને હોમ કોરોનટાઇન કરી કોરોનાવાયરસ ને ફેલાતો અટકાવવા પ્રયાસ કર્યો છે ત્યારે મીડિયા સાથેની વાતચીતમાં નગરપાલિકાના ચીફ ઓફિસરે જણાવ્યું હતું કે આ વિસ્તારના તમામ લોકોને હોમ ડિલિવરી રૂપે તમામ સુવિધાઓ પુરી પાડવામાં આવશે તો બીજી તરફ આરોગ્ય વિભાગની ટીમે પણ જણાવ્યું હતું કે તમામ લોકોની દિવસમાં બે વાર મેડિકલ ચેકઅપ કરવામાં આવશે અને તે બાદ જો કોઈ શંકાસ્પદ જશે તો તેમને વધુ સારવાર અર્થે આગળ મુકવામાં આવશે.