વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રહેલા 99 વર્ષીય કોરોનાથી સાજા થયા

વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રહેલા 99 વર્ષીય કોરોનાથી સાજા થયા
Spread the love

બ્રાઝિલઃ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન સૈનિક રહેલા 99 વર્ષીય વ્યક્તિને કોરોના વાયરસની બીમારીમાંથી સાજા થયા બાદ હોસ્પિટલમાંથી સૈન્ય સન્માન સાથે રજા આપવામાં આવી. દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન આફ્રિકામાં બ્રાઝિલીયાઈ તોપખાના ફોજમાં સેવા આપનારા સેકન્ડ લેફ્ટનન્ટ કમાન્ડો પિવેટાને બ્યુંગલ વગાડતા અને તાળીઓના ગડગડાટ વચ્ચે બ્રાઝિલીયામાં આર્મ્ડ ફોર્સીઝ હોસ્પિટલથી બહાર લાવવામાં આવ્યા હતા.

બ્રાઝિલના આ વ્યક્તિ હોસ્પિટલમાં 8 દિવસ સુધી રહ્યા બાદ સેનાની લાલ રંગની ટોપી પહેરીને જ્યારે બહાર નિકળ્યા તો તેમણે હવામાં હાથ ઉઠાવીને અભિવાદન કર્યું. બાદમાં સેનાએ એક નિવેદનમાં કહ્યું કે, તે એક અન્ય યુદ્ધ જીતી ગયા છે. તેમને હોસ્પિટલમાંથી એ દિવસે રજા આપી દેવામાં આવી કે જ્યારે બ્રાઝીલ દ્વિતીય વિશ્વયુદ્ધ દરમિયાન ઈટલીમાં મોંટીઝની લડાઈના પોતાના સફળ ઝુંબેશની 75મી વર્ષગાંઠ મનાવી રહ્યું છે.

1586918732_ww-veteran.jpg

Admin

Vinod Meghani

9909969099
Right Click Disabled!