ફિલ્મ ફેસ્ટિવલ હવે યોજાવાની શક્યતા નહિવત

નવી દિલ્હીઃ કોરોના વાયરસના કારણે દુનિયાભરમાં ઘણા સ્પોર્ટ્સ અને મનોરંજન સાથે જોડાયેલી ઈન્ટરનેશનલ ઈવેન્ટ્સ કેન્સલ થઈ ગઈ છે. ફિલ્મ જગતના ઘણા ફેસ્ટીવલ, ઈવેન્ટ રદ્દ થઈ ગઈ છે અને આમાં કાન્સ ફિલ્મ ફેસ્ટીવલનો પણ સમાવેશ થાય છે. પરંતુ આ ફેસ્ટિવલ હવે જૂન સુધી આયોજિત નહી કરવામાં આવે અને બાદમાં પણ આનું ઓરિજનલ ફોર્મ આયોજિત કરવું મુશ્કેલ છે.હકીકતમાં પહેલા ફિલ્મ ફેસ્ટિવલ 12 મે થી 23 મે વચ્ચે યોજાવાનો હતો, પરંતુ 20 માર્ચના રોજ કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ દ્વારા જણાવવામાં આવ્યું કે નક્કી સમય પર આનું આયોજન થઈ શકશે નહી. હવે કાન્સ ફિલ્મ ફેસ્ટિવલના આયોજકોએ જણાવ્યું કે હવે ફિલ્મ ફેસ્ટિવલનું આયોજન જૂન અથવા તો જૂલાઈના અંત સુધી થઈ શકશે નહી. જો કે આયોજકો દ્વારા ફેસ્ટિવલને સૌથી સારા ફોર્મમાં કરાવવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સમારોહમાં 40,000 લોકો જોડાશે તેવી શક્યતા હતી.