જૂનાગઢ : આપણુ આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે

જૂનાગઢ : આપણુ આરોગ્ય હવે આપણી આંગળીના ટેરવે
Spread the love
  • આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો અને કોરોના વીશે જાગૃત બનો

જૂનાગઢ : કોરોના વાઇરસ COVID-19 થી બચવા ભારત સરકારે આરોગ્ય સેતુ એપ શરૂ કરી છે. આરોગ્ય સેતુ એપમાં કોરોના સબંધી તમામ માહિતી આંગળીના ટેરવે મળશે. ગુજરાત સરકાર દ્રારા પણ અપીલ કરવામાં આવી છે કે રાજ્યના લોકો આરોગ્ય સેતુ એપ પોતાના મોબાઇલમાં ડાઉનલોડ કરીને કોરોનાને આપે પડકાર, આરોગ્ય સેતુ એપનો લઇ સહકાર.

આ સંદર્ભે જૂનાગઢ જિલ્લા વહીવટીતંત્ર દ્રારા પણ અપીલ કરવામાં આવી છે કે, વધુને વધુ લોકો આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરી સ્વયંને સુરક્ષીત બનાવે. આરોગ્ય સેતુ એપમાં મળશે કોરોના સબંધી તમામ માહિતી, COVID-19ના સંક્રમણને લગતા જોખમો અને તેનુ સચોટ વિવરણ. તમારા લોકેશન અને સામાજિક ગ્રાફની મદદથી તમે કોરોના સંક્રમિત વ્યક્તિના સંપર્કમાં આવ્યા છો કે કેમ ? તે જણાવશે આરોગ્ય સેતુ એપ.

આ એપ ગુગલ પ્લે સ્ટોરમાં જઇ ડાઉનલોડ કરી શકાય છે. આ એપ જો કોઇ કોરોના સંક્રમીત વ્યકિત તમારી પાસેથી પસાર થાય તો તેની નોટીફીકેશનથી જાણકારી આપશે. ૧૧ ભાષામાં આ એપ ઉપલબ્ધ છે. કોરોના વાઇરસના લક્ષણોના આધારે સ્વ-પરિક્ષણ સુવિધા. રાજ્ય સરકાર દ્રારા અપીલ કરાઇ છે કે COVID-19 થી બચવા સોશ્યલ ડિસ્ટનસિંગનું ચુસ્તપણે પાલન કરીએ તથા આરોગ્ય સેતુ એપ દ્રારા સ્વયંને સુરક્ષિત કરીએ. ક્યુઆર કોડ સ્કેન કરો અને આરોગ્ય સેતુ એપ ડાઉનલોડ કરો.

રિપોર્ટ : અનિષ ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
જૂનાગઢ બ્યુરોચીફ

1587039595189_arogy-setu.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!