રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે

રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે
Spread the love

મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં યોજાયેલી મહત્વપૂર્ણ બેઠકમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે રાજ્યમાં આગામી ૨૦ એપ્રિલ સોમવારથી માત્ર નગરપાલિકા મહાનગરપાલિકા હદ વિસ્તાર સિવાયના વિસ્તારોમાં જ ઔદ્યોગિક એકમો કાર્યરત કરી શકાશે. શક્ય હોય ત્યાં સુધી આવા એકમોના કામદારોને ફેકટરી પ્રીમાઇસિસમાં જ રહેવાની વ્યવસ્થા અને બને એટલી ઓછી અવરજવર થાય તેની તકેદારી રાખવાની રહેશે. શહેરી વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ ક્યારે કરવા દેવા તે અંગે પરિસ્થિતિના સતત નિરીક્ષણ બાદ રાજ્ય સરકાર નિર્ણય કરશે. શહેરી વિસ્તારમાં નિર્માણ હેઠળના બાંધકામ પ્રોજેક્ટ્સ પણ કામદારો શ્રમિકોની તે પ્રોજેક્ટ્સ સ્થળે રહેવાની વ્યવસ્થા સાથે ચાલુ રાખી શકાશે. રોજગાર આપનાર માલિકે કામદારો માટે સોશ્યલ ડિસ્ટન્સ જાળવવા સાથે સરકારની ગાઈડલાઈન મુજબ જાહેરનામા માં દર્શાવ્યા મુજબની વ્યવસ્થાઓ પણ કરવાની રહેશે.

રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)

IMG-20200420-WA0020.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!