સંકટ સમયે ફિલ્ડમાં કામ કરતા પત્રકારોનું ડોકટરી ક્યારે…? : લાભુભાઈ કાત્રોડીયા
કામ કરે તેની ભૂલ થાય પત્રકારો ઉપર કેસ કરવાથી પોલીસ અને પત્રકારોની દુરી વધે છે પોલીસ વડા સિવાય ગુજરાત સરકારને પત્રકારોની પડી નથી પત્રકારત્વ એક સેવા છે ધંધો નથી કોઈનું કામ કરી મદદરૂપ બની સંબંધો બાંધી જાહેરાત મેળવવાનો પત્રકારોને હક્ક છે. પરંતુ લેભાગુ પત્રકારોની સંખ્યા ખૂબ મોટી થઈ ગઈ હોય તેવું આ કોરોનાના કપરા સમયમાં દેખાઈ રહ્યું છે કોઈ ચેનલ માં કે અખબાર સાથે નોકરી કરનારા ફિલ્ડમાં કામ કરે એ વ્યવસ્થાનો ભાગ છે પત્રકાર જગતમાં એક મોટી ફોજ એવી પણ છે જેને સરકારી કાર્ડ અને પત્રકારે ઇસ્યુ કરેલા કાર્ડનો શું તફાવત છે..? તેની ખબર પણ નથી ખૂબ રહેમ દ્રષ્ટિ તંત્રની કાયમ રહી છે.
પરંતુ હાલ કોરોના જેવા વિશ્વ સંકટ સમયે કામ વિના આખો દિવસ રખડવા માટે કોઈ કાર્ડ ઇસ્યુ થયા હોય તેમ દુરુપયોગ પણ થાય છે સરકારી એક્રીડેશન કાર્ડ હોવા છતા સમજદાર પત્રકારો ખૂબ જરૂરી કામ વિના બહાર નીકળતા નથી અને પત્રકારોએ ઇસ્યુ કરેલા રિપોર્ટર કાર્ડ વાળા આખો દિવસ ઘર બહાર રહી તંત્ર માટે માથાનો દુખાવો બની રહ્યા છે કોણ કેવો પત્રકાર છે કેવો કાર્ડ છે તેમાં પણ તંત્ર પડવા નથી માંગતુ પણ જેમ રેશનિંગ વાળાને ચોરીની આદત પડી હોય તે સમયના તાબે પણ નથી થતા દેવાના સમયે પણ લેવાનું કે લૂંટવાનુ ચૂકતા નથી એવા થોડા પત્રકારો પણ વટ પાડવાનું કે તોડ તાડ કરવાનું ચૂકતા નથી. આવા પત્રકારો સાથે પત્રકાર એકતા સંગઠન ક્યારેય નથી કોઈપણ પત્રકારની સમસ્યા હોય સંગઠનની સિસ્ટમ પ્રમાણે ઝોન પ્રાભરીઓનો સંપર્ક કરો પૂર્ણ તપાસ પછીજ મદદ થશે અમારું સંગઠન ખોટા લોકોને ક્યારેય મદદ નહિ કરે ખોટું બોલી કે અનેક ફોન કરાવી પણ કોઈ પ્રેશર લાવવા કોશિશ કરશે તો પણ સત્ય જાણ્યા વિના અમારું સંગઠન કોઈને મદદ કરતું નથી.
પત્રકારોને પણ નમ્ર વિનંતી છે કે પોતાનું ઓળખ કાર્ડ ડોકમાં પહેરેલું રાખે બિન જરૂરી ઘર બહાર ન રહે તમારી સલામતી અને તમારા પરિવારની ચિંતા પણ કરજો ગુજરાત સરકારના એક માત્ર પોલીસ વડા પત્રકારોનું સન્માન જળવાય તેની ચિંતા કરે છે ગુજરાત સરકાર કે અન્ય કોઈ અધિકારીઓ પત્રકારોની કામગીરીની ચિંતા કરતા નથી ક્યારેય તેના બાઈટ કે પ્રેસ સમયે પત્રકારોનો ઉલ્લેખ સુદ્ધાં થતો નથી સંકટ સમયે કોઈ યાદ કરે કે ન કરે પત્રકારત્વની પ્રમાણિક ફરજ છે સરકારની દરેક સૂચનાઓ નિર્ણયોથી લોકોને અવગત કરવા માટે માન અપમાનની ચિંતા છોડી પત્રકારો ફરજ બજાવે છે કામ કરે તેની ભૂલ થાય બધાનો અનુભવ સરખો ન હોય પરિપક્વતા સરખી ન હોય ભૂલ તંત્રની પણ થાય આ સમયે જે તંત્ર ફિલ્ડમાં કામ કરે છે તે દેશ કે રાષ્ટ્ર હિત નું જ કામ છે પ્રજા હિતનું કામ છે એક બીજાની ભૂલો ઉજાગર કરવાના બદલે મિત્રભાવે વર્તવા થી વિવાદ ઓછા અને કામ વધુ થઈ શકે ભરૂચની ઘટનાનો વિડિયો મે જોયો છે.
તેમાં પત્રકારનો દોષ દેખાતો નથી બીજા કોઈ વિવાદોનો દાવ લેવાયો હોય તેવું લાગે છે અને શંખનાદ વાળા મિલન ભાઈ દ્વારા પણ જે મેસેજ થયો તે સત્યથી વેગળો હોવા અંગે તરત જ ખુલાસો તેઓએ કર્યો છે એ મેસેજ પણ બધાને મોકલી ડીલીટ કરાવ્યો છે માત્ર વોરનિંગ આપી જતું કરવા જેવી ઘટના છે પત્રકાર મિત્રોને ખાસ અમારા પત્રકાર એકતા સંગઠન સાથે જોડાયેલા પત્રકારોને પણ વિનંતી કરું છું નાની મોટી ઘટનાઓની ચર્ચા પછી થશે સંકટ સમયે વિવાદ નહિ પણ ફિલ્ડમાં કામ કરવાથી ભટકતા નહિ કામ સિવાય બહાર નીકળતા નહિ પહેલું સુખ તે જાતે નર્યા પોતાના શરીરનું સુખ સૌથી મોટું સુખ છે તેની ચિંતા કરજો ગુજરાત સરકારના ગણ્યા ગાંઠયા નેતાઓ સિવાય કોઈને પત્રકાર વિના ચાલતું નથી
પણ પત્રકારોની સમસ્યાઓ માટે ક્યારેય બોલતા નથીકચ્છ સાંસદ ભાજપ ના હોવા છતાં તેને પત્રકારોની ચિંતા કરતો પત્ર સી.એમને લખ્યો બારડોલીના સાંસદે પણ પત્ર લખ્યો રાજુલા ધારાસભ્યએ પણ ચિંતા વ્યક્ત કરી બાકીના પોતાના કદ વધારવામાં પડ્યા છે પત્રકારો માટે સમય નથી ભરૂચ પત્રકાર એકતા સંગઠનની મુલાકાત રાજ્યસભા સાંસદ અને કોંગ્રેસ અગ્રણી શ્રી એહમદ ભાઈ પટેલે લઇ ખબર અંતર પૂછ્યા દિલ્હી રહેતા હોવા છતાં ભરૂચ ની ધરતી સાથે જોડાયેલા રહ્યા છે ગુજરાતમાં પત્રકારોના મેડિકલ ચેકઅપ ક્યારે…?
ગુજરાતના આરોગ્ય મંત્રી કે મુખ્ય મંત્રીને કેમ પત્રકારોની ચિંતા નથી..? દરેક ફિલ્ડમાં કામકરે છે તે પત્રકારત્વ સાથે જોડાયેલા તમામની મેડિકલ તપાસ થવી જોઈએ મહારાષ્ટ્રમાં પત્રકારોનું મેડિકલ ચેકઅપ કરતા ૫૩ પોઝિટિવ આવ્યા ખરેખર જે લોકો ફિલ્ડમાં કામ કરે છે તેને તપાસવા જરૂરી એટલા માટે છે તેની સેવા પરિવાર ની ચિંતા બની ન જાય અને પ્રેસમાં અધિકારીઓ સાથે બેસે છે લોકોના સંપર્કમાં આવે છે ગુજરાતમાં પત્રકારોની પરેશાનીની ચિંતા સરકારને નથી આરોગ્યની ચિંતા સરકારને નથી પત્રકારોનો આત્મ વિશ્વાસ એક માત્ર પોલીસ વડાએ ટકાવી રાખ્યો છે આ નગ્ન સત્ય હકીકત છે પત્રકાર એકતા સંગઠન આવા પોલીસ વડાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે.
લી. લાભુભાઈ પી. કાત્રોડીયા
પ્રમુખ પત્રકાર એકતા સંગઠન
ગુજરાત (મો) 94265 34874