કોરોનાના પુરૂષોને નંપૂસક બનાવી રહ્યો છે…!
કોરોના વાયરસના કારણે હવે માત્ર વર્તમાન પેઢીના જ નહીં પણ આગામી પેઢીના લોકો પણ પરેશાન થવાના છે. કારણ કે આ વાયરસ પુરૂષોના હોર્મન્સ પર પણ અસર કરી રહ્યો છે. બીજા શબ્દોમાં આ વાયરસ પુરૂષોને નંપૂસક બનાવી રહ્યો છે. જેના કારણે પુરૂષોના અંડકોશ ખરાબ થઈ રહ્યાં છે. સાથે જ ઉત્તેજનામાં પણ ઘટાડો આવતો હોવાનું સામે આવ્યું છે. આ વાતનો ખુલાસો ચીનની યુનિવર્સિટી દ્રારા કરવામાં આવ્યો છે જે વુહાનમાં છે.વુહાન યુનિવર્સિટીના ઝોન્ગનાન હોસ્પિટલમાં કરવામાં આવેલા અભ્યાસની રિપોર્ટ medRxiv.org પર પ્રકાશિત કરવામાં આવી હતી. ઝોન્ગનાન હોસ્પિટલમાં કોરોના વાયરસથી બીમાર પડેલા 81 લોકો પર અભ્યાસ કરવામાં આવ્યો હતો.
81 પુરૂષો પર કરવામાં આવેલા અભ્યાસમાં 20થી લઈને 54 વર્ષની આયુ ધરાવતા વ્યક્તિઓ હતા. આ અભ્યાસમાં ઝોન્ગનાન હોસ્પિટલની મદદથી હુબેઈ ક્લિનિક રિસર્ચ સેન્ટર ફોર પ્રીનેટર ડાયગ્નોસિસ એન્ડ બર્થ હેલ્થના વૈજ્ઞાનિકોની મદદ લીધી હતી.આ તમામ દર્દીઓ વુહાનની ઝોન્ગનાન હોસ્પિટલમાં જાન્યુઆરી માસમાં ભરતી થયા હતા. આ તમામ દર્દીઓના સેક્સ હોર્મોનની તપાસ એ સમયે કરવામાં આવી જ્યારે તેઓ ઠીક થવાના હતા. ત્યારે આ ચોંકાવનારૂ પરિણામ સામે આવ્યું હતું. આ સમયે જો T/LH અનુપાત દર્દીઓમાં બગડે છે તો પુરૂષોના અંડકોષ યોગ્ય રીતે કામ નહીં કરે. પુરૂષોમાં વીર્ય બનવું ઓછું થઈ જશે. અથવા તો બંધ જ થઈ જશે. સાથે જ સેક્સ હોર્મોનમાં પણ ઘટાડો આવી શકે છે.