એમઆરપી કરતા વધુ ભાવ લેતા ૧૫૭ દુકાનદારો પાસેથી ૨.૫ લાખનો દંડ વસુલ કરાયો
વલસાડ,
માર્ચ-૨૦૨૦ તથા એપ્રિલ-૨૦૨૦ના સમયગાળા દરમ્યા ન કોરોના વાઇરસની વિશ્વવ્યા,પી મહામારીના સંક્રમપને અટકાવવા માટે સરકારશ્રી દ્વારા લોકડાઉન જાહેર કરવામાં આવ્યું છે. આ વિકટ સમય દરમ્યાઅન ગ્રાહકોને એમઆરપી મુજબ જરૂરી આવશ્યકક ચીજ વસ્તુ૨ઓ મળી રહે તે માટે ધી લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ અને ધી ગુજરાત લીગલ મેટ્રોલીજી(એન્ફોવર્સમેન્ટ ) રુલ્સહ-૨૦૧૧ જે મુજબ એમઆરપી કરતા વધુ કિંમત લેવી દંડનીય ગુનો છે. મદદનીશ નિયંત્રક કાનુનીમાપ વિજ્ઞાન અને ગ્રાહક સુરક્ષા અધિકારીશ્રીની કચેરી વલસાડ દ્વારા માર્ચ અને એપ્રિલ, ૨૦૨૦ના સમયગાળા દરમિયાન વલસાડ, નવસારી અને ડાંગ જિલ્લાના શહેરી વિસ્તાદર તેમજ ગ્રામ્યી વિસ્તાનરમાં ઓચિંતિ મુલાકાત તેમજ મોબાઇલની કામગીરી સતત ચાલુ રાખી અનાજ કરીયાણા, મેડિકલ સ્ટોરર, ડેરીપાર્લર જેવા એકમો ઉપર એમઆરપી કરતા વધુ કિંમત લેવા બદલ તથા લીગલ મેટ્રોલોજી એકટ-૨૦૦૯ના ભંગ બદલ કુલ-૧૫૭ એકમો સામે કાયદેસરની કાર્યવાહી કરી રૂપિયા ૨,૫૦,૯૦૦ માંડવાળ ફી વસુલ કરી સરકારશ્રીમાં જમાં કરવામાં આવી છે. ઉપરોકત કામગીરી નિયંત્રક કાનુની માપ વિજ્ઞાન ગુજરાત રાજય ગાંધીનગર તથા કલેકટર વલસાડના આદેશ તથા માર્ગદર્શન હેઠળ કરવામાં આવી છે.