મહેસાણામાં ખળભળાટ : 21 કેસ કોરોના પોઝિટિવ આવ્યા
મહેસાણા જિલ્લામાં આજે એક જ દિવસમાં કારોના વાયરસના 21 દર્દી સામે આવ્યા છે ત્રણ આરોગ્ય કર્મચારી સાથે અધધ… કહી શકાય તેટલા પોઝિટિવ આવ્યા છે ખેરાલુ વડનગર અને ઊંઝા તાલુકામાં કારોના વાયરસનો હાહાકાર મચી ગયો છે મોટાભાગના બહારથી ચેપગ્રસ્ત બની આવ્યા હોવાનો ઘટના ઘટસ્ફોટ થયો છે. મહેસાણા જિલ્લાના વડનગર નજીક માલપુર ગામમાં કારોના વાયરસના એક સાથે 9 કેસ દાખલ થતાં ખળભળાટ મચી ગયો છે.
આ સાથે આરોગ્ય કેન્દ્રના કુલ 3 કર્મચારીઓનો રિપોર્ટ પોઝિટિવ આવતા વહીવટ તંત્રમાં દોડધામ મચી ગઈ છે રાજસ્થાન અને મુંબઈ સહિત અલગ અલગ સ્થળેથી આવેલા વ્યક્તિઓને પણ કારોના પોઝિટિવ આવ્યો છે વડનગરના મલીપુર સતલાસણા તાલુકાના સતલાસણા, સુદાસણા અને ઉમરી, ઊંઝા તાલુકાના ઉનાવા ,મહેસાણા તાલુકાના છઠીયારડા ,ખેરાલુ ,વિસનગર સહિત કુલ 21 રહીશોને કારોના પોઝિટિવ આવ્યો છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ચાર વર્ષની બાળકી અને ત્રણ વર્ષના બાળકને કોરના પોઝિટીવ આવતા પરિવાર ફફડાટ વચ્ચે આવ્યો છે આજના 21 પૈકી મોટાભાગના યુવાનો હોવાનું સામે આવ્યું છે કુલ માંથી ને 17 વડનગર મેડિકલ કોલેજ હોસ્પિટલ અને 4 ને મહેસાણા સાંઇ ક્રિષ્ના હોસ્પિટલમાં દાખલ કરાયા છે. પત્રકાર, આરોગ્ય કર્મચારી અને વેપારી સહિતનાને કારોના વાયરસ થયા હોવાનું સામે આવતાં સમગ્ર પંથકમાં ચકચાર અને ખળભળાટ મચી ગયો છે.