સબસીડાઇઝ રાસા. ખાતરોનું પી.ઓ.એસ મશીનથી આધાર ઓથેન્ટીકેશન વગર વિતરણ થશે

Spread the love

વલસાડ,
સબસીડાઇઝ રાસાયણિક ખાતરોના વિતરણની પધ્ધરતિમાં ખેતી ઉપયોગી રાસાયણિક ખાતરોના ઓદ્યોગિક વપરાશ પર ઓનલાઇન માહિતી તથા ખેડૂતવાર-ગામવાર રાસાયણિક ખાતરોના વપરાશ અંગેની માહિતી સરળતાથી ઉપલબ્ધહ બને તેવા હેતુસર ભારત સરકારશ્રી દ્વારા સબસીડાઇઝ રાસાયણિક ખાતરોનું વેચાણ પી.ઓ.એસ મશીન મારફત કરવાનું નકિક કરવામાં આવ્યું છે.

આ પધ્ધ તિમાં ખેડૂતના આધાર નંબર પી.ઓ.એસ મશીન મારફત ફરજીયાત પણે આધાર/બાયોમેટ્રીક ઓથેન્ટી કેશન કરી ખાતર વિતરણ કરવામાં આવે છે. પરંતુ હાલમાં ઉદભવેલા કોવિડ-૧૯ વાઇરસની પરિસ્થિરતિને ધ્યા ને લઇ સાવચેતીના પગલાં રૂપે પી.ઓ.એસ મશીન મારફત કરવામાં આવતું આધાર/બાયોમેટ્રીક ઓથેન્ટીધકેશન મરજીયાત કરવામાં આવ્યું છે.
ખાતર વિતરણ સમયે માસ્કી, હેન્ડય ગ્લોીવ્સં, સેનેટાઇઝર વિગેરેનો ઉપયોગ ફરજીયાત પણે થાય અને સોશિયલ ડિસટન્સય જળવાઇ તેમજ કોવિડ-૧૯ બાબતની કેન્દ્ર અને રાજય સરકારની વખતોવખતની ગાઇડ લાઇનનું ચુસ્તયપણે પાલન થાય તે સુનિヘતિ કરવાનું રહેશે.

ખાતર વિક્રેતાઓને સુચિત પધ્ધેતિથી ખાતર વેચાણ અંગે કોઇ મુશ્કેેલી હોય તો સંબંધિત ખેતીવાડી અધિકારીશ્રી, નાયબ ખેતી નિયામકની કચેરી, ખાતર ઉત્પાલદક કંપનીઓના પ્રતિનીધિશ્રી, મુખ્યથ ખાતર વિતરક સંસ્થા્ના પ્રતિનિધિઓનો સંપર્ક કરવા નાયબ ખેતી નિયામક વલસાડ દ્વારા જણાવવામાં આવ્યુંિ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!