સુરેન્દ્રનગરમાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” અંતર્ગત ૧.૮૮ લાખથી વધુ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજનું વિતરણ

સુરેન્દ્રનગરમાં “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” અંતર્ગત ૧.૮૮ લાખથી વધુ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજનું વિતરણ
Spread the love

સુરેન્‍દ્રનગર,

કોરોના વાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને અટકાવવાના ભાગરુપે સમગ્ર ભારતમાં લોકડાઉન જાહેર કરવામાં આવ્યુ છે, લોકડાઉનની આ પરિસ્થિતિમાં રાજયના AAY, PHH તથા NON-NFSA BPL રેશનકાર્ડ ધારકોને વિનામુલ્યે અનાજ વિતરણ કરવાની રાજ્ય સરકારે જાહેરાત કરી છે. જે અન્વયે જિલ્‍લા કલેકટરશ્રી કે. રાજેશના સીધા માર્ગદર્શન હેઠળ સુરેન્દ્રનગર જિલ્લાના AAY, PHH તથા NON-NFSA BPL રેશનકાર્ડ ધરાવતા ૧.૮૮ લાખથી વધુ લાભાર્થીઓને વિનામુલ્યે અનાજનુ વિતરણ કરવામાં આવ્યું છે.

જિલ્‍લા પુરવઠા અધિકારીશ્રીના જણાવ્યા અનુસાર “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” અંતર્ગત જિલ્‍લાના AAYના કૂલ ૧૮,૪૫૪ રેશનકાર્ડ ધારકો પૈકી ૧૫,૨૪૦, PHH ના ૧૯૪૫૬૩ કાર્ડધારકો પૈકી ૧,૬૫,૬૩૦ અને NON-NFSA BPLના કુલ ૧૬,૯૧૮ કાર્ડધારકો પૈકી ૭,૭૧૦ મળીને જિલ્લાના કૂલ ૧,૮૮,૫૮૦ કાર્ડધારકોને “પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના” (PMGKY) હેઠળ વાજબી ભાવની દુકાનેથી વ્યકિત દીઠ ૩.૫ કી.ગ્રા. ઘઉં અને ૧.૫ કી.ગ્રા. ચોખા તેમજ કાર્ડ દીઠ ૧.૦ કી.ગ્રા. તુવેરદાળનું વિનામુલ્યે વિતરણ કરવામાં આવ્યું છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!