મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી લેવાયેલ ૫૬૭ નમુનામાંથી ૫૦૫ નમુના નેગેટીવ
- મહેસાણા જિલ્લામાં ૮૬૦૯ વ્યક્તિઓ સામે લોકડાઉન ભંગ બદલ ફરીયાદ
- મહેસાણા જિલ્લાનો કંટ્રોલ રૂમ નંબર ૦૨૭૬૨-૨૨૨૩૨૪
- મહેસાણા જિલ્લામાં ૧૧ પોઝીટીવ કેસોમાંથી ૦૭ લોકો કોરોના મુક્ત
- મહેસાણા જિલ્લામાં માત્ર ચાર વ્યક્તિઓ સારવાર હેઠળત્રણ વ્યક્તિઓ વડનગર મેડીકલ હોસ્પિટલમાં ૦૧ વ્યક્તિ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સારવાર હેઠળ
- મહેસાણા જિલ્લામાં ૧,૫૨,૨૦૦ લોકોએ આરોગ્યસેતુ એપ્લીકેશન ડાઉનલોડ કરી ૯૯૭૫૯ લોકોએ સેલ્ફ એસેસમેન્ટ કર્યું
મહેસાણા,
કોવિડ-૧૯ વાયર સંક્રમણને પગલે આજ દિન સુધી મહેસાણા જિલ્લામાં ૫૬૭ શંકાસ્પદ નમુના લેવામાં આવ્યા છે.જેમાં ૫૦૫ નમુના નેગેટીવ અને ૦૬ કેસ પોઝેટીવ આવેલ હતા. જ્યારે ૫૬ કેસનું પરીણામ હાલમાં પેન્ડીંગ છે. મહેસાણા જિલ્લામાં લેવાયેલ નમુના પૈકી ૧૮ નમુના જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા,૨૭૫ નમુના સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ૨૭૦ જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ અને ૦૪ નુતન હોસ્પિટલ વિસનગર ખાતે લેવામાં આવ્યા હતા.
મહેસણા જિલ્લામાં આજ દિન સુધી આ ચારેય હોસ્પિટલો દ્વારા લેવાયેલ નમુના પૈકી જનરલ હોસ્પિટલ મહેસાણા દ્વારા લેવાયેલ ૧૮ નમુનામાંથી ૧૮ નમુના નેગેટીવ,સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ દ્વારા લેવાયેલ ૨૭૫ નમુનામાંથી ૨૪૪ નેગેટીવ,૦૧ પોઝીટીવ અને ૩૦ નું પરીણામ બાકી છે. જ્યારે જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ વડનગર દ્વારા લેવાયેલ ૨૭૦ નમુના પૈકી ૦૫ પોઝેટીવ,૨૩૯ નેગેટીવ આવેલ છે તેમજ ૨૬ નમુનાનું પરીણામ પેન્ડીંગ છે. . આ ઉપરાંત નતુન જનરલ હોસ્પિટલ મહેસાણા ખાતે લેવાયેલ ૦૪ નમુના પૈકી ૦૪ નુ પરીણામ નેગેટીવ આવેલ છે.
જિલ્લામાં દૈનિક કામગીરી જોઇએ તો ૨૬ શંકાસ્પદ નમુના લેવામાં આવેલા હતા. જિલ્લામાં લેવાયેલ ૫૬ નમુનાનું પરીણામ પેન્ડીંગ છે.
મહેસાણા જિલ્લામાં આજ દિન સુધી નોંઘાયેલા અગિયાર પોઝીટીવ કેસ પૈકી ૦૧ કેસનું ગાંધીનગર,૦૪ કેસોનું અમદાવાદ અને ૦૬ કેસોનું મહેસાણા જિલ્લામાં ખાતે સેમ્પલ લેવામાં આવેલ હતું.મહેસાણા જિલ્લામાં લેવાયેલ ૦૬ સેમ્પલમાંથી ૦૫ સેમ્પલ વડનગર મેડીકલ કોલેજ અને ૦૧ સેમ્પલ મહેસાણા સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ ખાતે લેવાયું હતું
જિલ્લામાં નોંધાયેલા ૧૧ કેસો પૈકી મહેસાણા શહેરમાં નોંધાયેલ બે આરોગ્ય કર્મી સહિત ત્રણ કર્મીઓને કોવિડ-૧૯ હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.જેઓનું બે વખત ટેસ્ટ નેગેટીવ આવતાં કોરોના મુક્ત થતાં તેઓને ૨૯ એપ્રિલ રજા આપવામાં આવેલ છે. જિલ્લામાં વડનગર જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજમાં દાખલ બે પોઝીટીવ કેસના દર્દીઓ રોગમુક્ત થતાં ૩૦ એપ્રિલના રોજ રજા આપવામાં આવી હતી.આ ઉપરાંત કડી અને વિજાપુરના વ્યક્તિઓ પણ સાજા થતાં તેમણે રજા અપાઇ છે.જિલ્લામાં સાત વ્યક્તિઓને કોરોના મુક્ત થતાં રજા અપાઇ છે.જિલ્લામાં હવે કોવિડ-૧૯ના ૦૩ દર્દીઓ મેડીકલ કોલેજ વડનગર ખાતે સારવાર હેઠળ છે.આ ઉપરાંત ૦૧ કોવિડ-૧૯નો દર્દી અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
૩૦ એપ્રિલના રોજ નોંધાયેલ અન્ય ૦૩ કેસોની માહિતી જોઇએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના મોલીપુર ગામે મુંબઇથી આવેલા ૦૪ વ્યક્તિઓના સેમ્પલ ૨૮ એપ્રિલ ૨૦૨૦ના રોજ લેવામાં આવેલ હતા.જેમાંથી ત્રણ વ્યક્તિઓના ટેસ્ટનું પરીણામ પોઝીટીવ આવેલ છે.આ ત્રણ વ્યક્તિઓ ઉપરાંત એક મલી કુલ ચાર વ્યક્તિઓ મુંબઇ શહેરમાં કામકાજ કરતાં હતાં અને લોકડાઉન દરમિયાન તારીખ ૨૧ એપ્રિલ ૨૦૨૦ના રોજ મહેસાણા જિલ્લાના તેમના ગામ મોલીપુર આવેલ હતા. આ ચાર વ્યક્તિઓને મોલીપુર પ્રાથમિક શાળામાં કવોરન્ટાઇન કરવામાં આવેલ હતા, જિલ્લા આરોગ્ય તંત્રની ટીમ દ્વારા વ્યક્તિઓનું કોન્ટેક્ટ સર્વેલન્સ હાથ ધરવામાં આવ્યું છે.પોઝીટીવ જાહેર થયેલ દર્દીઓને જી.એમ.ઇ.આર.એસ મેડીકલ કોલેજ હોસ્પિટલ વડનગર ખાતે સારવાર માટે દાખલ કરવામાં આવેલ છે.રોગ અટકાયતી કામગીરી અન્વયે મામલતદાર અને ઇન્સીડન્ટ કમાન્ડર વડનગર દ્વારા મોલીપુર ગામને કન્ટેઇનમેન્ટ વિસ્તાર જાહેર કરેલ છે.
આ ઉપરાંત ૦૧ એપ્રિલના રોજ જાહેર થયેલ કેસની વિગતો જોઇએતો મહેસાણા શહેરના આ વ્યક્તિને વધુ સારવાર માટે અમદાવાદ મોકલવામાં આવેલ હતા. મળેલ માહિતી મુજબ તેઓની કેન્સરની સારવાર માટે અને ફોલોઅપ માટે આવશ્યકતા હોઇ રીફર થયેલ હતા. આ વ્યક્તિનું સેમ્પલ ૩૦ એપ્રિલ ૨૦૨૦ના રોજ લેવામાં આવેલ હતું જેનુ પરીણામ પોઝીટીવ જાહેર થતાં આ વ્યક્તિને સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે વધુ સારવાર અર્થે દાખલ કરેલ છે.રોગ અટકાયતીની કામગીરી પરત્વે મામલતદાર અને ઇન્સીડન્ટ કમાન્ડર મહેસાણા દ્વારા સ્થાનિક મહેસાણા શહેરી વિસ્તારને કન્ટેઇમેન્ટ વિસ્તાર તરીકે જાહેર કરવાની કાર્યવાહી કરવામાં આવી છે.
મહેસાણા જિલ્લામાં સરકારની માર્ગદર્શિકા મુજબ સાંઇ ક્રિષ્ણા હોસ્પિટલ કોવિડ-૧૯ તૈયાર કરાઇ છે.૧૦ વેન્ટીલેટર અને ૧૦૦ બેડની આ અધતન હોસ્પિટલની મુલાકાત રાજ્ય કક્ષાના અગ્ર સચિવ જળસંપત્તિ જે.પી.ગુપ્તાએ લીધી હતી. જે.પી,ગુપ્તાએ તેમજ ઉચ્ચ આરોગ્ય અધિકારી ડો..બીનાબેન વડાલીયાએ કોવિડ-૧૯ હોસ્પિટલનું સુપરવિઝન સમીક્ષા કરી સંતોષ વ્યક્ત કર્યો હતો.