સાબરકાંઠામાં ૩૪૩થી વધુ પરપ્રાંતિઓએ વતન જવાની મંજૂરી માંગી

Spread the love

હિંમતનગર,
કેન્દ્ર સરકાર દ્વારા લોકડાઉન જાહેર કરાયા બાદ લોકો જ્યાં હોય ત્યાં રોકાઇ જવા આદેશ કરવામાં આવ્યો હતો. જેથી લાંબા સમયથી આશ્રયસ્થાનોમાં રહેલા રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિત અન્ય રાજયના લોકોને પોતના વતન જવાની પરવાનગી કેન્દ્ર સરકાર દ્વારા અપાઇ છે. જેને લઇ રાજ્ય સરકારે ગુજરાત પોર્ટલ પર ઓનલાઇન અરજી કરી પેસેન્જર વાહન સાથે પરત ફરવાની છૂટ આપી છે.

જે અંતર્ગત સાબરકાંઠામાં હોય તેવા પરપ્રાંતીયો, યાત્રાળુ, વિધાર્થીઓ, પરીવારથી વિખૂટા પડેલા સ્વજન તેમજ વ્યાપારીક હેતુ માટે અન્ય રાજયમાં જવા ઇચ્છતા હોય તેવા લોકોએ www.digitalgujarat.gov.in પર ઓનલાઇન અરજી કરવાની રહેશે. તેની સાથે અરજીમાં પેસેન્જર વ્હિકલ લઇ જવાના હોય તેની વિગત અને સાથે જનારા લોકોના આધાર/લાયસન્સ સહિત અગત્યના પુરાવા જોડવાના રહેશે.

આ સાથે કોવિડ- ૧૯ કોઇ લક્ષણ ન હોવાનુ પ્રમાણ પત્ર રજુ કરવાનું રહેશે. આ માટે શહેરી વિસ્તારના લોકો નગરપાલિકામાંથી પ્રમાણપત્ર મેળવી શકશે. જ્યારે ગ્રામ્ય કક્ષાએ પી.એસ.સી અને સી.એસ.સી પરથી આ તબીબી પ્રમાણ પત્ર મેળવવાના રહેશે.આ પ્રમાણપત્ર મળ્યા બાદ જ ઓનલાઇન ફોમ ફરી શકાશે. તેમજ આ પ્રમાણપત્ર ત્રણ દિવસ જ માન્ય ગણાશે.

Admin

Admin

9909969099
Right Click Disabled!