મુખ્યમંત્રી રાહત ફંડમાં નવા ગામના અનિરૂધ્ધભાઇ સુથારે રૂ.૫૧,૦૦૦/-નું દાન

મુખ્યમંત્રી રાહત ફંડમાં નવા ગામના અનિરૂધ્ધભાઇ સુથારે રૂ.૫૧,૦૦૦/-નું દાન
Spread the love
  • હડિયોલના ઉપસરપંચે રૂ. ૧૧,૦૦૦/-નુ દાન કર્યું

હિંમતનગર,
કોરોના વાયરસને પગલે વડાપ્રધાન શ્રી અને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણી દ્રારા મદદ માટે અપીલ કરાઇ હતી. આ અપીલના પગલે સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રી રાહત ફંડ અને પી.એમ. કેરમાં કુલ મળી ૧.૯૫ કરોડનુ દાન મળ્યું છે. હાલ આ દાનનો પ્રવાહ અવિરતપણે ચાલુ છે.

હિંમતનગરના નવા ગામના શ્રી અનિરૂધ્ધભાઇ સુથાર તરફથી મુખ્ય મંત્રી રાહત ફંડમાં રૂ. ૫૧,૦૦૦/-ની સહાયનો ચેક કલેક્ટર શ્રી સી.જે. પટેલને અર્પણ કરવામાં આવ્યો હતો. આ સિવાય હડીયોગ ગામના ઉપસરપંચ શ્રી કેતનભાઇ પટેલ દ્રારા કલેક્ટરશ્રીને રૂ.૧૧,૦૦૦/-નો ચેક અર્પણ કરાયો હતો. જિલ્લાના નાગરિકો કોરોનાની લડાઇમાં સરકારને મદદ કરવી એ પોતાની ફરજ છે એવા દેશ સેવાના ભાવ સાથે પોતાની આર્થિક સ્થિતિ પ્રમાણે મદદે આવી રહ્યા છે. કહેવત છે કે ટીંપે ટીંપે સરોવર ભરાય તેમ આ નાની-નાની મદદ દ્રારા સરકારને કોરોના સામેની લડાઇમાં મોટી મદદ છે તેમ કહી જિલ્લા સમાહર્તા શ્રી સી.જે. પટેલ દ્રારા બિરદાવામાં આવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!