હડિયોલની ગાયત્રી પરીવારની ચાર મહિલાઓ રૂ. ૨૧૦૦૦/- મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા

હિંમતનગર,
મહિલાઓએ પોતાની અંગત બચત કોરોનાની લડાઇ માટે અર્પણ કરી વિશ્વ કોરોના સામે લડી રહ્યું છે દુનિયાના ૨૧૦થી વધુ દેશો કોરોના સામે લડી રહ્યા છે. આ સમયમાં દેશમાં લોકડાઉન ચાલી રહ્યું છે. સરકાર અને વહિવટી તંત્ર દ્રારા આ સમયમાં ખુબ જ ઉમદા કામગીરી થઈ રહી છે. કોરોના સામેની આ લડાઇ લાંબો સમય ચાલે એમ છે.આ લડાઇમાં સાબરવાસીઓ પોતાની યથાશક્તિ મદદ કરી રહ્યા છે. હિંમતનગરના હડીયોલ ગામાના ગાયત્રી પરિવારની મહિલાઓ આ લડાઇમાં પોતાની મદદ કરવા જિલ્લા કલેક્ટરશ્રી સી.જે. પટેલને મળી રૂ. ૨૧,૦૦૦/-નો ચેક અર્પણ કર્યો હતો.
સાબરકાંઠા જિલ્લાની મહિલાઓ કોરોનાને હરાવવા આગળ આવી રહી છે. ઘરના પુરૂષો બીન જરૂરી ઘરની બહાનના નિકળે તેની કાળજી રાખવા સાથે સરકારશ્રીની મદદની અપીલના પગલે હડિયોલ ગામની ગાયત્રી પરીવારની ચાર બહેનો બબુબેન પટેલ, ચંપાબેન પટેલ, કકુબેન પટેલ અને ચેતનાબેન પટેલે પોતાની અંગત બચતમાંથી રૂ.૨૧,૦૦૦/- ફૂલ નહી પરંતુ ફૂલની પાખડી મુખ્યમંત્રી રાહત ફંડમાં જમા કરાવ્યા હતા. આ બહેનોએ અન્ય બહેનો માટે એક ઉદાહરણ પુરૂ પાડ્યું છે. મહિલાઓ પોતાની અંગત બચત કોઇ આકસ્મિક પ્રસંગ માટે જ બચાવે છે. જ્યારે કોઇ મદદના હોય ત્યારે આ અંગત બચત કામમાં આવે છે. આજે દેશ એક ગંભીર સમસ્યાથી પીડાઇ રહ્યો છે. કોરોના સામેની લડાઇમાં આજે આ મહિલાઓએ પોતાની અંગત મૂડી આપી કોરોના વોરીયર્સ બની અન્ય બહેનોને સંદેશ આપ્યો છે કે બહેનો આવા ગંભીર સમય માટે જ બચત કરે છે.
આ ચારે બહેનો ૫૦ વર્ષથી ઉપરની ઉંમરના છે આ ઉંમરે તેઓ દેશ માટે કાંઇ કરી શક્યા તેનો ગર્વ લઈ રહ્યા છે અને ભગવાનમાં વિશ્વાસ રાખી પ્રાર્થના કરી રહ્યા છે કે ભારતમાંથી કોરોનાનો નાશ થાય અને બધુ જલદી યથાવત થાય.
ખરેખર આવી મહિલાઓની સુઝ-બુઝ અને દેશ પ્રત્યેની ફરજ ભાવના થકી આપણે ખુબ જ જલદી કોરોનાને હવારી શકીશું એમાં કોઇ શંકા નથી. ઘરમાં રહો, સુરક્ષિત રહો.