શેલ્ટર હોમનાં આંગણે હસતું રમતું આ નાનુ બાળક સૌને અશ્રુભીની આંખે મૂકીને પોતાના ઘરે ગયું

શેલ્ટર હોમનાં આંગણે હસતું રમતું આ નાનુ બાળક સૌને અશ્રુભીની આંખે મૂકીને પોતાના ઘરે ગયું
Spread the love
  • સળિયા મુવાડી શેલ્ટર હોમમાંથી કુપોષિત બાળક ઈલેશ ગરાસીયા સ્વસ્થ્ય તેમજ સુરક્ષિત થઈ માદરેવતન વિદાય થયો

લુણાવાડા,
કોરોનાવાયરસની વૈશ્વિક મહામારીના સંક્રમણને નિયંત્રણમાં રાખવા માટે દેશ વ્યાપી લોકડાઉન અમલમાં આવ્યું. જેને કારણે ૨૧મી સદીમાં હરણફાળ ભરતો ભારત દેશ એકા-એક થંભી ગયો છે. ત્યારે આ કોરોના કહેરની વચ્ચે ઘણા શ્રમિક પરિવારો રોજનું પેટિયું રળવા એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં મજુરી કામે આવેલ હતા. તે લોકડાઉનની પરિસ્થિતિમાં અટવાયા અને માદરે વતન જઈ પણ ન શક્યા. અને જ્યાં છે ત્યાં રહેવાની ફરજ પડી. આવી કપરી પરિસ્થિતિમાં પણ ઘણા એવા સારા કામકાજ થતા હોય છે તે જાણીને શેલ્ટર હોમમાં રાખેલ બે વર્ષના નાના બાળક ઈલેશ ગરાસીયાની વાત.

રાજસ્થાનના માનાડુંગર, ગાગર તવાઈ ગામનાં બે વર્ષના નાના બાળક ઈલેશ મહેશભાઈ ગરાસીયાના માતા પિતા મજૂરી કામ અર્થે રાજસ્થાનથી મહિસાગર જિલ્લામાં આવી મજૂરીકામ કરી પેટિયું રળતા હતા. કોરોના કાળના લોકડાઉનના કારણે મજૂરી કામગીરી બંધ થઈ અને પોતાના માદરે વતન પાછા જઈ ન શકવાને કારણે અહીંયાં અટવાયેલા તેમને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા કડાણા તાલુકામાં આવેલ સળિયાની મુવાડી ખાતે શેલ્ટર હોમમાં રાખવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા શેલ્ટર હોમમાં તેમને રહેવા તથા જમવાની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી હતી. તેમને માસ્કનો ઉપયોગ તેમજ સામાજિક અંતર જાળવવા તથા આરોગ્ય તપાસ કરી રાખવામાં આવ્યા હતા. તેમની સાથે બે વર્ષનું નાનુ બાળક ઈલેશ પણ હતો. શેલ્ટર હોમમાં રોકાયેલ શ્રમિકો – પર પ્રાંતિઓની આરોગ્ય તપાસ કડાણા આર.બી એસ.કે ટીમ દ્વારા જ્યારે કરવામાં આવી ત્યારે આ બાળક કુપોષિત હોવાનું જણાવ્યું અને તેનું વજન કરવામાં આવ્યું. ત્યારે ૬.૫૦૦ કિલોગ્રામ નોંધાયું હતું. દરેક નાના બાળકનાં સંપૂર્ણ વિકાસ માટે શારીરિક તેમજ માનસિક તંદુરસ્તી ઘણી જરૂરી છે. એટલે જ આર.બી એસ.કે ટીમ દ્વારા બાળકની રોજ આરોગ્ય તપાસ કરવામાં આવતી તેમજ તેને સંપૂર્ણ આહાર માટે દૂધ, ફળ, શાકભાજી વગેરે આપવામાં આવતા અને તેના પોષણનું ખાસ ધ્યાન રાખવામાં આવતું હતું.

આ સળીયા મુવાડી શેલ્ટર હોમની મુલાકાત જિલ્લા કલેકટરશ્રી આર.બી.બારડ અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી નેહા કુમારી આવ્યા હતા. તેમણે આર.બી એસ.કે ટીમ દ્વારા આ કુપોષિત બાળક ઇલેશની વિશેષ કાળજી લઇ આરોગ્યની કામગીરીથી સંતોષ વ્યક્ત કર્યો હતો. છેલ્લે જ્યારે ૨૭ એપ્રિલ ના દિવસે આ બાળકનું વજન કરતા ૭.૮૦૦ કિલોગ્રામ નોંધાયું હતું. જે પહેલા કરતા ૧.૩૦૦ કિલોગ્રામ વજનનો ફેર જણાયો હતો અને તેની શારીરિક તંદુરસ્તી ગણીજ સારી થઈ હતી.
સળીયા મુવાડી શેલ્ટર હોમનાં આંગણે હસતુ-રમતું, મોજ-મસ્તી વાળુ આ બાળકે સૌને અશ્રુભીની આંખે મૂકીને પોતાના પરિવાર સાથે સ્વસ્થ અને સુરક્ષિત થઈ માદરેવતન વિદાય લીધી હતી.

Admin

Admin

9909969099
Right Click Disabled!