ઇદના પવિત્ર દિવસે મુસ્લિમ પરિવારને મદદરૂપ બનતા અતુલભાઇ દિક્ષિત

Spread the love

કોરોનાની મહામારી ભયંકર સ્વરુપ લઈ રહી છે રોજે રોજ નવા નવા કેસો આવતા જ જાય છે સતત લોક ડાઉંન ના કારણે કેટલાય પરિવાર ને બે ટંક નું જમવાનું પણ મળતું નથી આવાં સમયે ઇદ નો તહેવાર આવેલો છે. પરબડા ગામના એક મુસ્લિમ પરિવાર કે જે છૂટક મજુરી કરી પોતના પરિવારનું ગુજરાન ચલાવતા હતા ઘરની સ્ત્રી લોકોના ઘરે ઘર કામ કરતી. તેની નાની બેબી હવે લોક ડાઉંન ના સમય મા તમામ મજુર કામ બંધ થતાં ઇદના પવિત્ર દિવસે ઘરમાં ખાવાનું કૈજ ન હતું નહી.

ભાજપના પુર્વ મહામંત્રી અને સ્કાઉટ ના જીલ્લા ચિફ કમિશનર અતુલભાઇ દિક્ષિતને સમાચાર મળતા જ તેમણે પરિવારના ઘરે જઈને નાની બેબી માટે કપડા ઘરની સ્ત્રી માટે કપડાં તેમજ ઘઊ, ચોખા અને કરિયાણાની મદદ કરી આ મુસ્લિમ પરિવારને ઇદનો ત્યોહાર આનદ મય બનાવ્યો હતો. અતુલભાઇ દિક્ષિતે સંસ્કાર ગુર્જરી ટ્રસ્ટ દ્વારા વિવિધ પ્રકારના સેવાકીય કાર્ય કરી રહ્યા છે જ્યારે તે ભાજપના સંગઠન મંત્રી હતા ત્યારે પણ સામાજના વિવિધ વર્ગોનું ધ્યાન રાખી સેવાકીય પ્રવૃતિઓ કરતા રહ્યા છે તેમનાં આ પ્રસંનિય કાર્યને સમાજ્ના બધાજ વર્ગોએ આવકારી અભિનંદન પાઠવ્યા છે. સદર મુસ્લિમ બેન સ્કાઉટ મા રેન્જર હતા.

રિપોર્ટ : પ્રભુદાસ પટેલ (મોટી ઇસરોલ)

Admin

Prabhudas

9909969099
Right Click Disabled!