અંબાજી મંદિરના પ્રમુખ પૂજારી દેવેન્દ્ર ઠાકર અનંતની યાત્રાએ…. ભક્તોમા શોક છવાયો

શક્તિપીઠ અંબાજી ગુજરાત અને રાજસ્થાન સરહદ પર આવેલું જગતજનની મા અંબાનું પ્રાચીન તીર્થ છે, આ મંદિર પર 358 સુવર્ણ કળશ લાગેલા હોવાથી આ તીર્થને સમગ્ર વિશ્વમાં ભક્તો આસ્થાના તીર્થ સાથે ઓળખે છે, અંબાજી મંદિર ખાતે માતાજીની વર્ષોથી આરાધના સિદ્ધપુરના બ્રાહ્મણો દ્વારા કરવામાં આવે છે, આજે અંબાજી મંદિરના પ્રમુખ પૂજારી દેવેન્દ્ર ભાઈ ઠાકરનું ટુંકી માંદકી બાદ અવસાન થતાં મા અંબાના ધામ અંબાજીમા શોક છવાઈ ગયો હતો.
અંબાજી મંદિર ખાતે ભટ્ટજી મહારાજ ના વારા દર વર્ષે આવતા હોય છે જેમાં (1) બચુ કાકા, (2) મહેન્દ્ર કાકા, (3) કૌશિક કાકા, (4) ભરત કાકા મોટે ભાગે જેનો વારો આવતો હોય છે તે જ મહારાજ પોતાના વારા મા વધુ હાજર રહેતા હોય છે પરંતુ એક માત્ર દેવેન્દ્ર ભાઈ ઠાકર (લાલા બાપા) પોતાના ભાઈ ના વારા સિવાય આખું વર્ષ અંબાજી મંદિર ખાતે માતાજી ની આરાધના કરવા આવતા હતા, સાદગી જીવન જીવતા લાલા બાપા તમામ ભક્તો ને માન આપીને બોલાવતા હતા, વડોદરા ખાતે આજે સવારે લીધા અંતિમ શ્વાસ, પરિવાર મા 2 પુત્રી 1 પુત્ર પોતાની પાછળ મૂકી ગયા હતા.
મગજ નું ઓપરેશન કરાયા બાદ અવસાન પામ્યા
ગત મંગળવારે વડોદરા ખાતે મગજ નું ઓપરેશન કરાવ્યું હતું, આજે સવારે વડોદરા ખાતે લીધા અંતિમ શ્વાસ, પરિવાર દ્વારા મૃત શરીર ને સિદ્ધપુર મુક્તિધામ ખાતે લાવી શાસ્ત્રોક્ત વિધિ વિધાન થી અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા, અંબાજી, સિદ્ધપુર સહિત આખા ગુજરાત મા લાલા બાપા ના સમાચાર થી ભક્તો મા શોક પ્રસરી ગયો હતો
ચૈત્રી નવરાત્રી માં સતત નવ દિવસ લોક ડાઉન હોવા છતાં માતાજી ની આરાધના કરી હતી
લાલા બાપા નામ એવા ગુણ તમામ લોકો ને માન આપીને બોલાવતા હતા થોડા સમય અગાઉ ચૈત્રી નવરાત્રી મહોત્સવ મા લોક ડાઉન હોવા છતાં અંબાજી મંદિર ખાતે સળંગ 9 દિવસ હાજર રહી માતાજી ની આરાધના કરી હતી અને આરતી રોજ કરતા હતા, દર નવરાત્રી પર્વ મા ખાસ હાજર રહેતા હતા