ધ્રાંગધ્રા : જેગડવા ગામમાંથી ઈગ્લીશ દારૂનો મુદામાલ પકડી પાડતી તાલુકા પોલીસ

મ્હે. શ્રી મહેન્દ્ર બગડીયા સાહેબ પોલીસ અધીક્ષકશ્રી સુરેન્દ્રનગર જીલ્લાનાઓએ જીલ્લામાંથી પ્રોહીબીશનની ગેરકાયદેસર પ્રવુતી અટકાવવા સારૂ પ્રોહીબીશન ડ્રાઇવનું આયોજન કરેલ હોય જે બાબતે ધ્રાંગધ્રા ડીવીઝન ધ્રાંગધ્રાના નાયબ પોલીસ અધિક્ષક શ્રી આર.બી.દેવધા સાહેબના સીધા માર્ગદર્શન અને સુચનાથી ધ્રાંગધ્રા તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાવલનાઓ તથા પો.હેડ કોન્સ ખુમાનસિંહ એચ ડોડીયા તથા પો.કોન્સ સોયબભાઇ એસ મકરાણી તથા મુળરાજસિંહ બી સોલંકી તથા નિલેશભાઇ એ પીત્રોડા નાઓ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા.
દરમ્યાન મળેલ ચોક્સ બાતમી આધારે ધ્રાંગધ્રા તાલુકા વિસ્તારમાં આવેલ જેગડવા ગામના પાટીયા પાસે આવેલ ભરતભાઇ દાનાભાઇ છાસીયા રહે – ધ્રાંગધ્રા વાળાની વાડી પિપળા ગામના રઘુભાઈ રાણાભાઈ પાટડીયા રહે.પીપળા તા.ધ્રાંગધ્રા વાળાએ વાવવા માટે રાખેલ છે વાડીની ઓરડી મા ગે.કા.પરપ્રાતિંય ભારતીય બનાવટનો વિદેશી દારૂની નાની બોટલ નંગ -૨૧૧૨ કી.રૂા .૨૧૧૨૦૦ / – મુદામાલ રાખી રેઇડ દરમ્યાન રઘુભાઈ રાણાભાઈ પાટડીયા રહે.પીપળા તા.ધ્રાંગધ્રા પકડાઇ જઈ તેમજ ભરતભાઇ દાનાભાઇ છાસીયા રહે – ધ્રાંગધ્રાવાળો હાજર નહીં મળી આવી ગુન્હો કરેલ હોય જેના વિરૂધ્ધ ધ્રાગધ્રા તાલુકા પોસ્ટે ગુનો રજી.કરી આગળની તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એમ.રાવલ નાઓ ચલાવી રહ્યા છે.
દીપકસિંહ વાઘેલા (લીંબડી)