કડી પોલીસ મથકના દારૂકાંડમાં બેનામી દારૂનું પોત પ્રકાશયું, તત્કાલીન અધિકારીઓ સામે વધુ એક ફરિયાદ

કડી પોલીસ મથકના દારૂકાંડમાં બેનામી દારૂનું પોત પ્રકાશયું, તત્કાલીન અધિકારીઓ સામે વધુ એક ફરિયાદ
Spread the love
  • કડી પોલીસ સ્ટેશનના દારૂકાંડ બાદ વિદેશી દારૂની ગણતરીમાં લાખો રૂપિયાનો બેહિસાબી દારૂ ઝડપાયો

કડી પોલીસ ના કેટલાક અધિકારીઓ દ્વારા લોકડાઉનના સમયગાળામાં વિદેશી દારૂની તંગી જણાતા રોકડી કરી લેવા બુટલેગર સાથે મળી દારૂના વેપાર ની કામગીરી ચાલુ કરી હતી જેની માહિતી રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પાસે પહોંચી જતા તેમણે વિજિલન્સ શાખા ને રેડ કરવાનું કહેતા વિજિલન્સ ની રેડ પડે તે પહેલાં કડી પોલીસ સ્ટેશનના અધિકારીઓને રેડ ની માહિતી મળી જતા તેમણે દારૂની બોટલો નો નર્મદા કેનાલમાં નાખી તાત્કાલિક નાશ કરી દીધો હતો પરંતુ રેન્જ આઈજીને આ વાત ની ગંધ આવી જતા તેમણે SIT ની રચના કરી સીસીટીવી ફૂટેજ તેમજ સીડીઆર ની મદદ થી પી.આઈ.સહિત નવ પોલીસકર્મીઓ વિરુદ્ધ ગુન્હો નોંધ્યો હતો.

જેની તપાસ માં SIT ના અધિકારી નાયબ પોલીસ અધિક્ષક કલોલ વી.એન.સોલંકી એ કડી પોલીસ સ્ટેશન દ્વારા છેલ્લે મુદ્દામાલ નો નાશ કર્યો હતો ત્યારે થી લઈ પોલીસે કેટલો દારૂ ઝડપ્યો તેની ગણતરી વિડીયોગ્રાફી સાથે શરૂ કરતાં કડી પોલીસે પ્રોહીબિશનના ગુન્હામાં ઝડપેલ દારૂમાંથી 5974 બોટલો જેની કિંમત આશરે 12,14,338 નો મુદ્દામાલ ઓછો મળી આવ્યો હતો જ્યારે 1159 દારૂની બોટલો જેની કિંમત આશરે રૂ.3,09,700 મુદ્દામાલ કોઈ પણ ગુન્હામાં કબજે કર્યા વિના વધારાનો મળી આવ્યો હતો જેથી તેમણે કડી પોલીસ સ્ટેશનના પી.આઈ.ઓ.એમ.દેસાઈ અને પી.એસ.આઈ.કે.એન.પટેલ વિરુદ્ધ મુદ્દામાલ ની હેરફેર સહિત નો પ્રોહીબિશનનો વધુ એક ગુન્હો નોંધ્યો હતો.

કડી પોલીસે છેલ્લા થોડા સમય થી પ્રોહીબિશનની જુદીજુદી રેડ માં ઝડપેલ વિદેશી દારૂનો મુદ્દામાલ પોલીસ લાઇનના 62 નંબર ના મકાનમાં લોક મારીને રાખ્યો હતો જેની ચાવી કડી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઈ.ઓ.એમ.દેસાઈ અને સેકન્ડ પી.આઈ.રામાણી જોડે હતી જેમાં એ.એન.રામાણી ની બદલી સાંથલ પોલીસ સ્ટેશનમાં થયી જતા મકાનની ચાવી પી.એસ.આઈ.કે.એન.પટેલ જોડે આવી હતી. લોકડાઉનના સમયગાળામાં શહેરમાં દારૂની તંગી જણાતા કડી પોલીસના અધિકારીઓએ પૈસા કમાવવાની લાલચમાં બુટલેગરો સાથે મળી દારૂની હેરફેર ચાલુ કરી હતી જેની માહિતી રાજ્યના ઉચ્ચ પોલીસ અધિકારીઓ જોડે પહોંચી જતા તેમણે વિજિલન્સ ને રેડ કરવાનું કહ્યું હતું પરંતુ કડી પોલીસ ને રેડ ની માહિતી મળી જતા તેમણે વધેલો મુદ્દામાલ ખાનગી વાહન તેમજ લોકડાઉનના સમયગાળામાં કડી પોલીસે રિકઝવિટ કરેલ.

વાહનોમાં ભરી નર્મદા કેનાલમાં નાખી દીધો હતો જેમાં તપાસ બાદ SIT ની રચના કરવામાં આવી હતી અને તેમાં નવ પોલીસ અધિકારીઓ સામે ગુન્હો નોંધવામાં આવ્યો હતો.ત્યારબાદ કડી પોલીસ માં રાખવામાં આવેલ દારૂની ગણતરીમાં લાખો રૂપિયાના દારૂની હેરફેર સામે આવતા જવાબદાર અધિકારીઓ સામે વધુ એક ગુન્હો નોંધાયો હતો. કડી પોલીસ સ્ટેશનના અનાર્મ એ.એસ.આઈ.દિલીપ ભુરજીભાઈએ પી.આઈ.ઓ.એમ.દેસાઈ અને પી.એસ.આઈ.કે.એન.પટેલ વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં ગુનાના કામે કબ્જે લેવાયેલ દારૂ વેચવો કે અન્ય સ્થળે લઈ જવા એમજ કોઈ પણ ગુન્હામાં કબ્જે લેવાયેલ ના હોય તેવો પ્રોહીબિશનનો મુદ્દામાલ પો.સ્ટે.માં રાખી ગેરરીતિ આચર્યા નો ગુન્હો દાખલ કર્યો હતો.

રિપોર્ટ : ધવલ ગજ્જર (કડી)

IMG-20200601-WA0002.jpg

Admin

Dhaval

9909969099
Right Click Disabled!