ભારત-પાક.ની સરહદી દરિયાઈ સીમા કોટેશ્વર ક્રિક વિસ્તારમાંથી ચરસના ૧૯ પેકેટ મળી આવ્યા

ભારત-પાકિસ્તાનની સરહદી દરિયાઈ સીમામાં આજે કોટેશ્વર ક્રિક વિસ્તારમાંથી ચરસના ૧૯ પેકેટ મળી આવતા સુરક્ષા એજન્સીઓમાં દોડાધામ મચી જવા પામી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચરસના આ પેકેટની કિંમત આંતરરાષ્ટ્રીય બજાર મુજબ રૃ.૩૦ લાખાથી વાધારે થવા જાય છે. હાલ સુરક્ષા એજન્સીઓ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે. મળતી વિગતો અનુસાર નેવી ઈન્ટેલીજન્સને મળેલી બાતમીના આાધારે તપાસ કરવામાં આવતા કોટેશ્વર ક્રિક વિસ્તારમાંથી ચરસના ૧૯ પેકેટ મળી આવ્યા છે.
ઉલ્લેખનિય એ છે કે હજુ થોડા દિવસ પૂર્વે જ જખૌના ક્રિક વિસ્તારમાંથી ર૪ લાખની કિંમતના ચરસના ૧૬ પેકેટ મળી આવ્યા હતા. બે દિવસ પૂર્વે બીએસએફની ટીમે પેટ્રોલીંગ દરમિયાન એક પેકેટ કબ્જે કર્યું હતું. ત્યારે એક પછી એક મળી રહેલા પેકેટો અનેક સવાલો ઉભા કરે છે. દરિયાઈ વિસ્તારમાં માદક દ્રવ્યોની હેરાફેરી થઈ રહી હોવાનું પણ આ પરાથી ફલીત થાય છે. સામે પારાથી એકયા બીજી રીતે ડ્રગ્સ ઘુસડાવાનું કાવત્રુ છે. આ બાબતે તમામ એજન્સીઓ એકજુટ થઈને તપાસ કરે તો જ કંઈક પરિણામ સામે આવી શકે તેમ છે. આજે એકી સાથે ઝડપાયેલ આ ચરસના પેકેટો સૃથાનિક પોલીસના હવાલે સોંપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
રીપોર્ટ : કૌશિક જી રોશીયા