સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કાર્યવાહીનો પડઘો રાજ્યસભાની ચૂંટણીમાં પડવાના એંધાણ

- છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા ભાજપને મત આપે તો જ ભાજપ 3 બેઠકો જીતી શકે અને કોંગ્રેસને મત આપે તો કોંગ્રેસ 2 બેઠક જીતે.
આદિવાસી નેતા અને ભરૂચ જિલ્લાના ઝઘડિયાના ધારાસભ્ય છોટુભાઈ વસાવાએ જણાવ્યું છે કે કેવડીયાનો મુદ્દો દેશના આદિવાસીઓને લૂંટવાના પ્રયોગ સમાન છે. આદિવાસીઓ પર વર્ષોથી અત્યાચાર થાય છે તો કોંગ્રેસને આજે ખબર પડે છે. કેન્દ્રમાં જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે પણ અને આજે મોદી સરકાર છે ત્યારે પણ અનુસૂચિ 5 લાગુ કરાયું નથી. બન્ને સરકારે આદિવાસીઓને ફક્ત વોટ બેન્ક સમજી છે. તો બીજી બાજુધારાસભ્ય મહેશભાઈ વસાવાએ જણાવ્યું હતું કે રાજ્યસભામાં કોને મત આપવો એ મામલે અમે હજુ સ્પષ્ટ નથી.
હાલની સ્થિતિ મુજબ કોંગ્રેસ પાસે સાથી પક્ષ મળી કુલ 68 જ્યારે ભાજપ પાસે 103 ધારાસભ્યોછે.રાજ્યસભાની એક સીટ જીતવા 35 ધારાસભ્યોને મત જોઈએ, 4 બેઠક માટે 5 ઉમેદવાર મેદાનમાં છે. તયારે હવે કોંગ્રેસને 2 બેઠક જીતવા 2 મતની જરૂર છે. જ્યારે ભાજપને પણ ત્રણ બેઠક જીતવા 2 મતની જરૂર છે. ભાજપે 3 બેઠક જીતવા તો કોંગ્રેસે 2 બેઠકો જીતવા જોર લગાવ્યું છે. હવે આવા સંજોગોમાં BTP ના ધારાસભ્યોના મત નિર્ણાયક સાબિત થશે.
એવું કહી શકાય કે જો છોટુભાઈ વસાવા અને મહેશભાઈ વસાવા ભાજપને મત આપે તો જ ભાજપ 3 બેઠકો જીતી શકે એમ છે, જો કોંગ્રેસને મત આપે તો કોંગ્રેસ 2 બેઠક જીતે. જો છોટુભાઈવસાવા – મહેશભાઈ વસાવાની રજૂઆતની ભાજપ સરકારે અવગણના કરી તો રાજ્યસભાની 3 બેઠકો જીતવાના ભાજપના સપના પર પાણી ફેરવાઈ શકે છે. આ જ પરિસ્થિતિનો BTP ને અંદાજ આવી ગયો છે. અને ખરા સમયમાં પોતાના પત્તાં ફેંક્યા છે. તો એમ જરૂર કહી શકાય કે સ્ટેચ્યુ ઓફ યુનિટી વિસ્તારમાં તાર-ફેનસિંગ કાર્યવાહીનો પડઘો રાજ્યસભા ચૂંટણીમાં પડવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)