નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ કોઠારીએ જાહેરનામાની મુદ્દત ફક્ત મયાસી ગામ પુરતી લંબાવવામાં આવી

નર્મદા જિલ્લા મેજીસ્ટ્રેટ કોઠારીએ જાહેરનામાની મુદ્દત ફક્ત મયાસી ગામ પુરતી લંબાવવામાં આવી
Spread the love

રાજપીપલા નગરપાલિકાનો વોર્ડ નં. 6, દરબાર રોડ, બહુચર માતાના મંદિરનો ખાંચો, કાલિંદી ડેરીથી મુકેશ સ્ટોર રોડની આસપાસના ૩ કી.મીનો વિસ્તાર તેમજ નાંદોદ તાલુકામાં સમાવિષ્ટ મયાસી ગામના સમગ્ર વિસ્તારને COVID -19 Containment Area તરીકે જાહેર કરવામાં આવેલ છે. જે જાહેરનામાની મુદ્દત તા.૦૩/૦૬/૨૦૨૦ના રોજ સુધીની છે.

તા. ૨૫/૦૫/૨૦૨૦ ના રોજ મયાસી ગામમાં COVID -19 ના ૦૩ (ત્રણ) પોઝીટીવ કેસ નોંધાયેલ છે. સબબ તે મુજબ વંચાણના જિલ્લા કલેક્ટર કચેરીના તા. ૨૧/૦૫/૨૦૨૦ના જાહેરનામાની મુદ્દત જિલ્લા મેજીસ્ટ્રેટ શ્રી એમ. આર. કોઠારીએ તેમને મળેલી સત્તાની રૂએ ફકત મયાસી ગામના સમગ્ર વિસ્તાર પુરતી તા. ૦૭/૦૬/૨૦૨૦ ના ૨૪.૦૦ કલાક સુધી લંબાવવામાં આવેલ છે. તે સિવાયની અન્ય તમામ વિગતો યથાવત રાખવામાં આવેલ છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપલા)

IMG-20200604-WA0008.jpg

Anish Gaudana

Anish Godani

Right Click Disabled!