નવાગામમાં બે, મોટા પાંચ દેવડામાં પોણો ઇંચ વરસાદ

Spread the love
  • ધ્રોલમાં પણ મધરાતે ઝાપટા પડયા

જિલ્લાના કાલાવડમાં ગુરૂવારે બપોરે મેઘા ગમન થયું હતું જે સાથે તાલુકાના ગ્રામ્ય પંથકમાં તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો જેમાં નવાગામમાં ધોધમાર બે ઇંચ અને મોટા પાંચ દેવડા ગામ પોણો ઇંચથી વધુ ઇંચ પાણી વરસ્યું હતું. કાલાવડ પંથકમાં ગુરુવારે બપોર બાદ તોફાની પવન સાથે વરસાદ શરૂ થયો હતો. તાલુકાના વિરવાવ, નવાગામ, જશાપર, ભંગડા વગેરે ગ્રામ્ય પંથકમાં ભારે પવન સાથે શરૂ થયેલા વરસાદે હળવું ભારે મેઘ મહેર વરસાવી હતી.

જેમાં નવાગામમાં ગુરૂવારે બપોર બાદ ઝંઝાવાતી પવન સાથે જોરદાર વરસાદ વરસતા લગભગ બે કલાકમાં જ બે ઇંચ જેટલુ પાણી વરસ્યું હતું. જે વરસાદના પગલે નદી, વોકળામાં પણ પૂર આવ્યા હતા. આ ઉપરાંત મોટા પાંચ દેવામાં પણ ગુરૂવારે રાત્રે સુધીમાં 20 મીમી (પોણો ઇંચ થી વધુ)વરસાદ થયો હોવાનું ફલડ કંટ્રોલ રૂમે જણાવ્યું હતું. આ ઉપરાંત ધ્રોલમાં ગુરૂવારે મધરાતે ઝરમર ઝાપટા પડતા માર્ગો ભીના થયા હતા. જ્યારે તાલુકાના લતીપુર ગામે પણ હળવા ભારે વરસાદી ઝાપટા પડયા હતા.

– રોહિત આર. મેરાણી (જામનગર)

Admin

Rohit Merani

9909969099
Right Click Disabled!