જામનગર શહેરનો દિગ્વિજય પ્લોટ 58 સહિતની વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન
ગુરુવારે રાત્રિના મુંબઈથી આવેલું દંપતિ કે જે હોમ કવોરેન્ટાઇન થયું હોય તો કોરોના સંક્રમીત હોવાનો રિપોર્ટ આવતી દિગ્વિજય પ્લોટ 58, ભાનુશાળી પુરા શેરી નં.6, બાળ સ્મશાન ગેટ નં.1 સામે આવેલા આશાપુરા કૃપા મકાનના પ્રથમ તથા બીજા માળા અને તેની પશ્ચિમ સંલગ્ન મકાનના પ્રથમ તથા બીજા માળ ઉપરાંત પાંચ મકાનનો વિસ્તાર કન્ટેનમેન્ટ ઝોન જાહેર કરતું જાહેરનામું કલેકટર દ્વારા બહાર પાડવામાં આવતા આ વિસ્તારમાં આગામી 2 જુલાઈ સુધી દૂધ અને દવા સિવાય કોઈ વસ્તુ મળશે નહીં.
– નિશાંત માવાણી (જામનગર)