રાજપીપળા : બેન્ક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકો માટે બાંધેલો મંડપ કાઢી નાખી નાખતા ગરમીમાં દયનીય સ્થિતિ

- ગરમીમાં તાપ સહન ન થતા સર્કલમાં ચંપલો મૂકીને છાયડામાં ટોળા વળતા ગ્રાહકોમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા
- અન્ય બેન્કોમાં પણ મંડપ ન હોવાથી ગ્રાહક ગરમીમાં ગ્રાહકોને રામ ભરોસે છોડી દેવાતા ગ્રાહકોની દયનીય સ્થિતિ સર્જાઈ
- લાઇનમાં પણ ટોળે વળતા ગ્રાહકોથી સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા નથી !
રાજપીપળાની સંતોષ ચાર રસ્તા પાસે આવેલી બેંક ઓફ ઇન્ડિયા દ્વારા ગ્રાહકો માટે છેલ્લા ઘણા વખતથી ગ્રાહકો માટે મંડપ બાંધ્યો હતો તેથી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકો માટે રાહત રહેતી હતી પણ હમણાં બેન્કસત્તાવાળાઓએ મંડપ છોડી નાખ્યા છે. જે કાઢી નાખતા ગરમીમાં કલાકો સુધી લાઈનમાં ઊભા રહેતા ગ્રાહકોની દયનીય સ્થિતિ સર્જાઈ છે. સવારથી ગરમીમાં લાઈનમાં ઊભા રહેતા ગામડાના ગ્રાહકોએ ગરમીથી બેસવા સર્કલમાં પોતે ઊભા રહેવાને બદલે પોતાની ચપલો મૂકી દઈ, પોતે સામે અથવા જ્યાં છાયડો હોય તેવી જગ્યાએ ઊભા રહીને પોતાનો વારો આવે તેની વાટ જોતા જણાયા હતા.
કેટલાક લાઈનમાં ઉભા હતા પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું. લોકો ટોળે વળેલા જણાયા હતા,આમ આ બેંકમાં સોશિયલ ડિસ્ટન્સના રીતસરના ધજાગરા ઓડિયા હતા. લાઈનમાં પણ ટોળે વળતા ગ્રાહકો સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરતા ન હોય કોરોના સંક્રમણની સ્થિતિ જણાતી હોય. આ ઉપરાંત યુનિયન બેન્ક માં પણ સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું. લોકો ટોળે વળેલા જણાતા હતા, જ્યારે અન્ય બેન્કોમાં પણ મંડપ ન હોવાથી ગરમીમાં લોકોને રામ ભરોસે છોડી દેવાતા ગ્રાહકો ની દયનીય સ્થિતિ સર્જાઈ હતી.
રિપોર્ટ : જ્યોતિ જગતાપ, રાજપીપળા