દાંતા પાસે આવેલ આંબા ઘાટ પાસે પાણીનો મોટો થયો વેડફાટ

દાંતા તાલુકામાં આંબા ઘાટ પર ધરોઈની પાઇપ લાઇનોમાંથી પાણીના એરવાલમાંથી હજારો લીટર વહેતું પાણી જોવા મળ્યું હતું અને આજુબાજુના વિસ્તારમાં નદી જેવો માહોલ સર્જાયો હતો વધુમાં જણાવવાનું કે આ પાઇપની લાઇનમેનને પાલનપુર જતી હોય અવારનવાર પાણીના વાલ માંથી હજારો લીટર પાણી વહી જતું હોય છે તંત્રની ઘોર બેદરકારીના કારણે મોટો પાણીનો વેડફાટ થયો હતો અને આવા તો કંઇક લીકેજ થતાં જોવા મળતા હોય છે તંત્ર ખાલી ખોટો દિલાસો આપતી હોય તેવું એક ચર્ચાનો વિષય બન્યો હતો. દાંતા તાલુકામાં અગાઉ પણ પાણીની સમસ્યા માટે દરેક પેપરોની દ્વારા પ્રસિદ્ધ થયું હતું પણ હજુ સુધી ત્યાં તો પાણી આવી જ નથી અને હજારો લીટર આ એરવાલ માંથી વેડફાતું જોવા માં આવ્યૂ હતુ.
અમુક ગામડામાં તો ખેતરોમાં પણ પાણી ધુશી જતા હોય છે પણ તંત્ર ને જાણ કરતા તંત્ર આળશના કારણે ગરીબોને નુકસાન થતુ હોય તેવૂ જ આંબાધાટ હાઈવે ની બાજુ માં જતા રોડ પરની બાજુ ના દ્રસ્યો પાણીના વેડફાટ જોવા માં આવ્યા હતા લોકો મુખે સાંભળવા મળ્યુ હતુ કે આ ગણાય સમયથી લીકેજ છે તંત્ર ઠિગડા મારી જતી રહે છે વાલ બદલતા નથી. લોકોને ખોટો દિલાસો આપે છે મોટી પાઈપ લાઈન કામ માટેની મંજુરી માટે આગળથી ઓડર આવવાના છે તેવા પોકળ વાયદા ઓ આપી રહિને મોકલી દે છે અને પાણીનો નીકાલ થતોજ નથી સુ તંત્ર નીદમાંથી જાગશે ખરી શૂ આ એરવાલની સમસ્યા દુર થશે ખરી શૂ ગરીબો સુધી પાણી પહોચશે ખરા તેવૂ લોકોના મુખે દ્રારા સાંભળવા મળ્યુ હતુ.