પ્રેસ કલબ ઓફ જાફરાબાદના પત્રકારોની સામાન્ય મિટિંગ બોલાવવા આવી

અમરેલી : જાફરાબાદ ખાતે પ્રેસ કલબ ઓફ જાફરાબાદના પત્રકારોની સામાન્ય મિટિંગ વરિષ્ઠ પત્રકાર એચ એમ ઘોરી સાહેબના અધ્યક્ષ સ્થાને બોલાવવામા આવી હતી. આ મિટિંગ વરુડી માતાજી મંદિરના પ્રટાગનમા રાખવામા આવેલ હતી તેમા લોકડોઉન ધ્યાનમા રાખી તેમના નિયમોનું પાલન કરી માસ્ક પેરી સોશ્યિલ ડિસ્ટન્સ રાખી આ મિટિંગની શરૂઆત કરવામાં આવેલ અને જાફરાબાદના વરિષ્ઠ પત્રકાર એચ. એમ. ઘોરી સાહેબનું સાલ તેમજ ફુલહારથી સન્માન કરવામાં આવેલ અને જાફરાબાદ પ્રેસ ક્લબના પૂર્વ પ્રમુખ બાલકૃષ્ણ આર સોલંકી એ પોતાનું રાજીનામુ સ્વૈચ્છિક રીતે આપેલ હોય અને તે રાજીનામુ સર્વાનુમતે મંજુર કરી સ્વીકારવામા આવેલ સાથે તેઓને સાલ તેમજ ફુલહર કરી સન્માનિત કરી ભાવ સભાર વિદાય આપવામાં આવેલ.
આ મિટિંગમા બાંભણીયા ગૌરાંગ ડૉક્ટરને પ્રમુખ તરીકે નિમણુંક કરવામાં આવી હતી તેઓનું સાલ તેમજ ફૂલહાર કરી સન્માનીત કરવામાં આવેલ તેમજ ઉપપ્રમુખ તરીકે બાબુ ભાઈ બી. વાઢેળની વરણી કરવા મા આવેલ અને મહામંત્રી તરીકે ડી. ડી. વારુ અને મંત્રી તરીકે ફિરોજખાન પઠાણ ખજાનચી તરીકે કાળુશા બાપુ કનૌજિયાની વરણી કરવામાં આવેલ અને તેઓ ને શુભેચ્છા પાઠવવા મા આવેલ આ પ્રેસ કલબ દ્વારા જાફરાબાદ શહેર તેમજ તાલુકાના વિકાસ મા સંપૂર્ણ સહયોગ અને યોગદાન આપવું તેમ નકી કરવા આવેલ આ મિટિંગમા પ્રેસ કલબના ઉપસ્થિત સભ્યો ગૌતમ ભાઈ માલનીયા મહેશભાઈ બારૈયા રસુલખાન પઠાણ ભુપત ભાઈ સાંખટ વિગેરે પત્રકારશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રિપોર્ટ : વિક્રમ સાંખટ (રાજુલા)