રાજકોટ : વતન ચાલ્યા ગયેલા પરપ્રાંતીયોને ફરી કામે લગાવો : ઉદ્યોગ એસોસિએશનની રજૂઆત

રાજકોટ શહેર ઇન્ડસ્ટ્રીયલ એશોશીએશનના પ્રમુખ જયંતીલાલ સરધારા, ઉપપ્રમુખ સંજયભાઇ કાછડીયા, સેક્રેટરી ભાવેશભાઇ બાલધા અને ટ્રેઝરર વિઠ્ઠલભાઇ બુસાએ કલેકટર મારફત મુખ્યમંત્રીને પાઠવેલા આવેદનમાં જણાવ્યુ છે કે હાલ રાજકોટ શહેર અને જિલ્લામાં અલગ-અલગ ઔદ્યોગિક વસાહતો આવેલ છે. ત્યારે કોરોના જેવી મહામારીને કારણે રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વવાળી રાજયની ભાજપ સરકારના શ્રમિકો પરત્વે સંવેદનશીલ અભિગમ દાખવાયેલ.
ત્યારે તંત્રના પૂરતા સહયોગ અને એશોશીએશનના માધ્યમથી પરપ્રાંતીય મજુરોને તેમના વતન પહોંચાડવામાં મદદ કરવામા આવી હતી. લોકડાઉન દરમિયાન કારખાના બંધ હતા. તે દરમિયાન મજૂરોને પગાર અને રાશન પહોંચાડવાની પણ કારખાનાના માલિકો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી હતી. હાલ સરકાર દ્વારા કારખાના ચાલુ કરાવાની મંજુરી આપાઇ હોય અને ધંધા, રોજગાર, ઉદ્યોગ પુન. ધમધમતા શરૂ થયેલા છે. ત્યારે પરપ્રાંતીય મજૂરો પોતાના વતન ચાલ્યા ગયેલ હોય કારખાનેદારોને ભારે મુશ્કેલી ભોગવવી પડી રહી છે.
રિપોર્ટ : દિલીપ પરમાર (રાજકોટ)